આયોજન:કુંડળધામમાં ‘અનેક રૂપે સ્વામિનારાયણ’ કાર્યક્રમ અંતર્ગત વિશ્વવિક્રમ સર્જાશે

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંડળધામમાં તા.19નાં રોજ 170 ગામોનાં ઘરે ઘરેથી આવેલા 7000 ઘનશ્યામ મહારાજનાં દર્શન થશે

બરવાળા તાલુકાના કુંડળ ગામે આવેલા સુપ્રસિધ્ધ શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે તા. 19/12/21ને રવિવારનાં રોજ વિશ્વવિક્રમ સર્જાશે તેવો ‘અનેક રુપે સ્વામિનારાયણ’ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો અહેવાલ વિશ્વવિક્રમ જાહેર કરવા માટે ગિનીશ વર્લ્ડ રેકોર્ડસ્ ને મોકલવામાં આવશે. સંસ્થાના વડા જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી હરિભકતોના ઘરેથી આવેલ 7 હજાર ઉપરાંત ઘનશ્યામ મહારાજ એટલે કે શ્રીસ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના એક સાથે દર્શન થશે.

જેમાં દેશભરમાંથી 170 ગામોના ઘરે-ઘરેથી આવેલી મૂર્તિઓનું સામૂહિક પૂજન કરવામાં આવશે. આ મૂર્તિઓ 27 વર્તુળોમાં ગોઠવાશે. દરેક મૂર્તિના શણગાર વૈવિધ્યસભર હશે. આ પ્રસંગે પૂજ્ય ગુરુજી જ્ઞાનજીવનદાસજી સ્વામી પ્રભુની આરતી પૂજા અર્ચના કરશે. તેમજ ભક્તોને આશીર્વાદ પાઠવશે. ઘનશ્યામ દર્શનનો આવો કાર્યક્રમ પ્રથમ વખત યોજાઇ રહ્યો હોવાથી વિશ્વવિક્રમ સર્જાશે. આ “અનેક રુપે સ્વામિનારાયણ” કાર્યક્રમમાં ઘનશ્યામ દર્શનનો લાભ લેવા સૌ હરિભક્તોને પધારવા મંદિર પ્રશાસન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમ કુંડળધામની શ્રીજીવાડીમાં તા. 19મીએ સવારે 8 થી 10 વાગ્યા સુધી યોજાશે. સ્વામીનારાયણ મંદિર દ્વારા યોજાનારા કાર્યક્રમમાં વિશ્વવિક્રમ સર્જાવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 7 હજાર જેટલી ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ ઘરે ઘરેથી લોકો લાવશે. જેને 27 વર્તુળોમાં ગોઠવવામાં આવશે. ઘનશ્યામ દર્શનનો આ પ્રકારનો કાર્યક્રમ સૌપ્રથમ વખત યોજાઇ રહ્યો છે. આ દર્શનનો લાભ લેવા માટે તમામ હરિભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિશ્વ વિક્રમ જાહેર કરવા ગીનીશ બુકને મોકલાશે.

અન્ય સમાચારો પણ છે...