સેમિનાર:બોટાદમાં નારી વંદન સપ્તાહમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ

બોટાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાકરિયા કોલેજમાં યોજનીય અને કાયદાકીય માર્ગદર્શક સેમિનાર યોજાયો

દેશની આઝાદને 75 વર્ષ પૂર્ણ થાવ જઈ રહ્યા છે. જેના ઉપ લક્ષમાં ભારત સરકાર દ્વારા વર્ષ 2022 ને “આઝાદીના અમૃત મહોત્સવ” વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અનેક વિવિધ લોકકલ્યાણ ના કાર્યક્રમોનું આયોજન કરાય રહ્યું છે. ત્યારે બોટાદમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ,ગાંધીનગરના ઉપક્રમે નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વી.એમ.સાકરીયા મહિલા આર્ટસ કોલેજ ખાતે જિલ્લા બોટાદ મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓને યોજનીય અને કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જિલ્લા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદી વિદ્યાર્થિની માટે પથ દર્શક બન્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાત સરકારોએ રોજગાર ઈચછુક માટે અનુબંધ વેબપોર્ટલના નામે ડિજિટલ સરનામું લોન્ચ કર્યુ છે. સુગમતાથી તમામ માહિતી મળી રહે તે માટે રોજગાર ઈચછુક અનુબંધ વેબપોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.

રોજગાર લક્ષી તમામ સેવાઓ આ વેબપોર્ટલ પર ઉપલબ્ધ છે. સાથે જ અધિકારીએ બોટાદ જિલ્લામાં રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર 6357390390 પર સંપર્ક સાધી રોજગાર ઈચ્છુકોની રોજગારલક્ષી, કારકિર્દી લક્ષી માર્ગદર્શન મેળવવા માટે અનુરોધ કર્યો હતો.

પી.કે. ત્રિવેદીએ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પુસ્તક પરબ “પહેલ”નો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં વધુ વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલા અને વડીલો જિલ્લા કલેક્ટર કચેરી,બોટાદ ખાતે કાર્યરત પુસ્તક પરની મુલાકાત લઈ અને સરકારી પ્રકાશનો ના દુર્લભ પુસ્તકો વાંચતી જ્ઞાન માં અભિવૃદ્ધિ કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી. સેમિનારમાં અધિકારીએ વિદ્યાર્થિની સાથે સંવાદ કરી તેમને મુંઝવતાં પ્રશ્નોનું સચોટ નિરાકરણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...