7 હજાર માગ્યા:ચવલજ પંચાયતની મહિલા તલાટી તેમજ વીસીઇ 5 હજારની લાંચ લેતાં ઝબ્બે

વહેલાલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેઢીનામું કરવા 7 હજાર માગ્યા હતા

ચવલજ ગોવિંદડા ગ્રુપ ગ્રામ પંચાયતની મહિલા તલાટી તેમજ વીસીઇ પેઢીનામું કરવા 5,000 ની લાંચ લેતા એસીબીના હાથે પકડાઈ જતા ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચવલજ ગોવિંદડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફરિયાદી પોતાની ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોટી ટીંબળી ગામ ખાતે આવેલી જમીનમાં પિતાજીના સીધી લિટીના વારસદાર તરીકે નામ દાખલ કરવા પેઢીનામુ કરાવવા માટે વીસીઇને મળ્યા હતા.

વીસીઈ ચમનજી મગનજી ડાભીએ પેઢીનામુ કરવા માટે પોતાને અને તલાટી કમમંત્રી જશુબેન પ્રેમજુભાઈ ચાવડાના મળી 7 હજારની લાંચ માગી હતી. વીસીઇએ ફરિયાદીને રકજકને અંતે 5 હજાર આપવા જણાવ્યું હતું. પરંતુ ફરિયાદી લાચની રકમ આપવા માગતો ન હોઇ એસીબીને ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવતા વીસીઈએ 2 હજાર તેમજ તલાટી 3 હજાર રૂપિયા લેતા પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...