તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વરોજગારી:આત્મનિર્ભર બનતી બોટાદ જિલ્લાની ગ્રામ્યકક્ષા સ્વસહાય જૂથની મહિલાઓ

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોપા ઉછેર નર્સરી દ્વારા નિયમિત રોજગારી મેળવી
  • મહાત્મા ગાંધી નરેગા યોજનાની આજીવિકા માટે નાવીન્યપૂર્ણ કામોની જિલ્લામાં અમલવારી: કુંડલી ગ્રામસંગઠનની બહેનો દ્વારા 50,000 રોપાની નર્સરી બનાવી

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ દ્વારા મહિલાઓના આજીવિકા માટેના અતિ મહત્વના પ્રોગ્રામ દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજનામાં કૌશલ વિકાસ પર વધુ ભાર મૂકાયો. ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગરીબોને વ્યકિતગત તથા જુથમાં સંગઠિત કરી સ્વનિર્ભર જૂથો બનાવી, તાલીમ તેમજ જરુરી ધિરાણ આપી માળખાકીય સુવિધા અને બજાર વ્યવસ્થા તથા તાંત્રિક વિકાસ સુધીના સ્વરોજગારીના તમામ પાસાં આવરી લઈ ગરીબ કુટુંબોને આર્થિક પ્રવૃતિ હાથ ધરવાળેક લોન અને સરકારી સહાય આપી તેઓને સ્વરોજગારી પુરી પાડી ગરીબી રેખાથી ઉપર લાવવાનો તથા જીવનધોરણ આંક ઊંચો લાવવાનો છે.

જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલ આંતરિક શક્તિ ઉજાગર થાય અને મહિલાઓ જુદા જુદા વ્યવસાય થકી રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે સ્વ:સહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને આજીવિકા સહકાર પૂરો પાડવા માટે દિન-દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે. જેમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની હેઠળ ગ્રામ્ય વિસ્તારની બહેનોને આજીવિકા મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારમા ગરીબ બહેનોના મંડળો બનાવી જુદી જુદી પ્રવૃતિઓ કરાવી તેઓને આજીવીકા આપવામા આવી રહી છે.

ત્યારે રાણપુર તાલુકાના કુંડલી ગામે એન.આર.એલ.એમ યોજના અને મહાત્મા ગાંધી નરેગા યોજનાના સંયુક્ત ઉપક્રમે કુંડલી ગામના સખી મંડળોની બહેનોને આજીવિકા મળી રહે તે માટે 50,000 રોપાની નર્સરી બનાવવા માટે બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી, ફોરેસ્ટ અધિકારી અને કુંડલી ગ્રામ સંગઠનની બહેનોની રોપા ઉછેર નર્સરી શુભ શરૂઆતમાં હાજર રહ્યા હતા.

આ ઉદ્દધાટન સમારોહમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીએ.કે.જોષી, મહાત્મા ગાંધી નરેગા યોજના નાયબ જીલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ભરતસિંહ ગોહિલ, રેંજ ફોરેસ્ટ ઓફિસર અનિરૂધ્ધસિંહ અને ભાવેશભાઇ ખાચર, યોગેશભાઇ પઢેરીયા, સચિનભાઇ પટેલ, જિલ્લા સખી સંઘ પ્રમુખ ક્રિષ્નાબેન બેન, ઉપસ્થિત રહી બહેનોને નર્સરીમા રોપાના ઉછેર કેવી રીતે કરવો.

અને કોરોના વેક્સિનેશન વિશે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. હાલ ગ્રામ વિકાસ એજન્સીની એનઆરએલએમ અને મનરેગા યોજનાથી કુંડલી ગ્રામસંગઠનની બહેનો દ્વારા 50,000 રોપાની નર્શરી બનાવી છે. આ બહેનો આવતા વર્ષ આ રોપા બજારમા વહેચીને તેમાથી આવક મેળવી આત્મનિર્ભર બનશે.

અન્ય સમાચારો પણ છે...