ધમકી:બોટાદમાં કેમેરા બાબતે મહિલાને ધમકી અપાઇ

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં ભગતની વાડીમાં નવા ડાળીયાનાં કારખાના પાસે રહેતા સવિતાબેન ગટોરભાઈ ચૌહાણ જાત. સતવારાએ પોતાના ઘરના ડેલે કેમેરો લગાવતા તેમનાં ઘરની સામે રહેતો મનજી ગોપાલભાઈ ચાવડાએ અહી કેમ કેમેરા મુક્યા છે તેમ કહી સવિતાબેન ચૌહાણને ધમકી આપતા બોટાદ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં ભગતની વાડીમાં નવા ડાળીયાનાં કારખાના પાસે રહેતા સવિતાબેન ગટોરભાઈ ચૌહાણ જાત. સતવારા તા. 5/10/21નાં રોજ બપોરનાં 12.૦૦ કલાકે પોતાના ઘરે હતા તે દરમિયાન તેમના ઘરની સામે રહેતો મનજી ગોપાલભાઈ ચાવડા જાતે. સતવારા હાથમાં ધોકો લઇને આવી કહેવા લાગ્યો હતો કે ઘરનાં ડેલે કેમ કેમેરો મુકાવ્યો છે તેમ કહી કેમેરો તોડવાની કોશિષ કરી હતી. અને કહેવા લાગ્યો હતો કે અહીથી જતા રહેજો નહી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે સવિતાબેન ગટોરભાઈ ચૌહાણે બોટાદ પોલીસ સ્ટેશનમાં આરોપી મનજી ગોપાલભાઈ ચાવડા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. વાડીમાં ઘર પાસે કેમેરા લગાડવાની બાબતે મહિલાને ધમકી આપવામાં આવ્યાના બનાવે સમગ્ર ભગવતી વાડી વિસ્તારમાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...