તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:બોટાદના ભરતનગરમાં રોડ પર પાણી ઢોળવા બાબતે મહિલાને ધમકી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ પર પાણી ઢોળતાં પડોશીએ મહિલાને મારી નાખવાની ધમકી આપી

બોટાદમાં આવેલા ભરતનગરમાં રહેતા હંસાબેન વસ્તાભાઇ પરમાર જાતે. કોળી તેમના ઘર આગળ આવેલ સી.સી. રોડ ઉપર પાણી ઢોળતા તેમના પાડોશમાં રહેતા ચાર લોકોએ હંસાબેન પરમારને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે ચારેય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમા સુર્યા ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ ભરત નગરમા રહેતા હંસાબેન કલ્યાણભાઇ પરમાર જાતે.કોળીએ તા. 23/8/21ના રોજ તેમના ઘરની આગળ આર.સી.સી. રોડ ઉપર પાણી નાખી સાફ કર્યો હતો અને થોડુ પાણી તેમની પાડોશમા રહેતા નકુભાઇના ઘર પાસે રેલો જતા પાણી ઢોળવા બાબતે નકુ ઓળકિયા, મંજુબેન નકુભાઇ ઓળકિયા, દિલીપ ઓળકિયા અને સોનલ દિલીપભાઇ ઓળકિયાએ હંસાબેનના ઘરે જઇને હંસાબેન પરમારને અપશ્બ્દો બોલી માર મારી પાછુ પાણી ઢોળશેતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે હંસાબેન પરમારે બોટાદ પોલીસ સ્ટેશનમા ઉપરોક્ત ચારેય લોકો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસ.આઇ. નયનાબેન ગામેતી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...