સહાય:બોટાદ જિલ્લાનાં 88 ગામોની વિધવા મહિલાઓને સહાયનો લાભ અપાયો

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લામાં વિધવા સહાય માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી
  • તમામ ગામોને 100% વિધવા સહાય સેચ્યુરેટેડ ગામો જાહેર કરાયા

બોટાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને વિધવા સહાય નો લાભ ઘેર બેઠા મળશે તેમજ 2જી ઓક્ટો 2021ની સ્થિતિએ જિલ્લાના 88 ગામોના ગંગા સ્વરૂપા બહેનોને વિધવા સહાયનો લાભ આપી આ તમામ ગામોને 100% વિધવા સહાય સેચ્યુરેટેડ ગામો જાહેર કરાયા છે. તેમજ વિધવા સહાય વોટસએપ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો.

રાજ્ય સરકારના ગુડ ગર્વન્સના અભિગમના ભાગરૂપે સામાજિક સહાય અર્થાત સોશિયલ સિક્યુરીટી અંતર્ગત જિલ્લાના કોઇ અંતિમ લાભાર્થી બાકીના રહે અને સરકાર તેમની કાયમી સાથે રહે તે હેતુથી બોટાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના, વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વૃધ્ધ સહાય યોજના તેમજ રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજનામાં તમામ ગામોને ક્રમાનુસાર 100% કવર કરવા તંત્રએ કમર કસી છે.

જેના ભાગારૂપે પ્રથમ વિધવા સહાય યોજનાને 100% કવર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 20 દિવસથી ધરે ધરે જઇ ગામ, શેરી, મહોલ્લામાં કેમ્પ કરી ત્યાંજ સહાયના હુકમો આપી તા.2 /10/21ના રોજ જિલ્લાના 88 ગામોના તમામ વિધવા સહાય મેળવવા પાત્ર ગંગા સ્વરૂપા બહેનોને તેમને મળવાપાત્ર સહાય આપી આ તમામ ગામોને 100% વિધવા સહાય યોજનાના સેચ્યુરેટેડ ગામો જાહેર કરાયા છે.

વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ન કરવા પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવી લાભાર્થીઓના ઘરે જઈ ફોર્મ ભરી અન્ય આનુષાંગિક તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી સહાય મંજૂરીના હુકમો આપવામાં આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં ગઢડા તાલુકામાં 425, બોટાદ(ગ્રામ્ય) ૩૩૩, બોટાદ(શહેર)173, બરવાળા 28 અને રાણપુરમાં 170 જેટલી અરજીઓ મળી કુલ 1129 જેટલી અરજીઓ મંજુર કરી સહાય આપવામાં આવી છે અને હાલ પણ આ કામગીરી ચાલુ છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશના લોહપુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિન તા.31/10/21 જિલ્લાની તમામ ગંગા સ્વરૂપા વિધવા બહેનોને આ યોજનાનો 100% કવરેજ કરી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલને અનોખી રીતે ભાવાંજલિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આ યોજનામાં જે લાભાર્થી પાત્રતા ધરાવતા હોઈ અને યોજનાના લાભથી વંચિત રહી ગયા હોય તો તેઓને આ લાભ મેળવવા ગામના તલાટી મંત્રી, મહેસુલી તલાટી અથવા તાલુકા મામલતદારનો કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...