વિવાદ:‘વાડીએ કેમ આવે છે’ તેમ કહી બોટાદના યુવકને ધમકી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૌટુંબિક ભત્રીજાએ કુહાડી લઇ કાકાને મારી નાખવાની ધમકી આપી

બોટાદમાં મંગળપરામાં રહેતા ચંદુભાઈ પ્રેમજીભાઈ પટેલ તેમની વાડીએ હતા તે દરમિયાન તેમની પાડોશની વાડીવાળાએ તું અહી વાડીએ કેમ આવે છે તેમ કહી ચંદુભાઈ પટેલને મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં મંગળપરામાં રહેતા ચંદુભાઈ પ્રેમજીભાઈ પટેલ તા.19/10/21નાં રોજ સવારે તેમની વાડીએ આટો મારવા ગયા હતા તે દરમીયાન તેમનાં કૌટુંબિક ભત્રીજો દીપક ભવાનભાઈ કાળથીયા ત્યાં તેમની વાડીએ હતા.

અને ચંદુભાઈને જોઈને કુહાડી લઈને તેમની પાસે આવીને કહેવા લાગ્યો હતો કે તું અહી કેમ આવ્યો છું તારે વાડીએ આવવાનું નહી તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને કુવાડી લઇને મારવાની કોશીસ કરી હતી. આ બનાવ અંગે ચંદુભાઈ પ્રેમજીભાઈ પટેલે બોટાદ પોલીસ સ્ટેશનમાં આરોપી દીપક ભવાનભાઈ કળથીયા વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...