તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • While 13 Gamblers From Botad District Were Gambling, Police Raided Various Places And Recovered Rs. Muddamal Of 5560 Captured

કાર્યવાહી:બોટાદ જિલ્લામાંથી 13 જુગારી જુગાર રમતાં ઝબ્બે, પોલીસે વિવિધ જગ્યાએ દરોડા પાડી રૂ. 5560નો મુદ્દામાલ કબ્જે કર્યો

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જીલ્લામાંથી પોલીસે પૂર્વ બાતમીના આધારે જુદી જુદી ત્રણ જુગ્યારે રેઇડ પાડી પૈસાની હારજીતનો ગંજીપાના વડે જુગાર રમતા 13 સકુનીઓને રૂ. 5560ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે 3 જુગારી નાશી છુટ્યા હતા. બોટાદ પોલીસે જિલામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જુદી જુદી જ્ગ્યારે રેઇડ પડી 13 જુગારીઓને ઝડપી પડ્યા હતા જેમાં બરવાળા પોલીસે બરવાળા તાલુકાના રામપુરા ગામે રેઇડ પાડી 6 જુગારીઓ શામજી દેત્રોજા, સુરેશ ડાબસરા, છાના સારોલા, વિપુલ સારોલા, જીગ્નેશ સારોલા અને શંકર સારોલાને રૂ.1460નાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.

રાણપુર પોલીસે રાણપુર તાલુકાના માલણપુર ગામની વાડીમાંથી 6 જુગારીઓ માંથી ત્રણ જુગારી પરેશ ઝાપડીયા, જગદીશ વડોદરિયા અને રણજિત ઝાપડીયાને રૂ. 2670નાં મુદ્દામાંલ સાથે ઝપડી પાડ્યા હતા જ્યારે ભરત ઝાપડીયા, પ્રકાશ ઝાપડીયા અને રામસીંગ ગોહિલ ત્રણેય નાશી છુટ્યા હતા. જ્યારે બોટાદ પોલીસે તુરખા ગામે રેઇડ પાડી ચાર ઇસમોને ઝડપી પડ્યા હતા જેમાં કાનજી પરમાર, ખોડા પરમાર, વાલજી પરમાર અને દીપક પરમારને રૂ. 1430 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...