સ્પર્ધા:બોટાદ ખાતે પશ્ચિમ- દક્ષિણ ઝોન કક્ષાની ઇન્ટર સ્કૂલ બેન્ડ સ્પર્ધા યોજાઈ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરની હાજરીમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો

બોટાદમાં પશ્ચિમ-દક્ષિણ ઝોન કક્ષાની ઇન્ટર સ્કૂલ બેન્ડ સ્પર્ધા તુષાર સુમેરા કલેકટરના અધ્યક્ષ સ્થાને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ સહીત કુલ 06 જિલ્લાનો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર-ભુજ ની કન્યાઓએ તથા અદાણી પબ્લિક સ્કૂલ-મુન્દ્રા ના કુમારોએ મેદાનમાં બેન્ડ વગાડી સુંદર પરફોર્મન્સ સાથે કૃતિઓ રજૂ કરી હતી.

જે બંને ટીમો કન્યા અને કુમાર વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થતાં તેઓની ટીમનાં તમામ વિદ્યાર્થીઓ અને કોચને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બંને વિજેતા ટીમો આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે.જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં વહીવટી અધિકારી એસ.એ.પંડ્યા અને નોડલ અધિકારી આઈ.ડી.ઝાપડીયા તથા સરકારી કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સારી જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.એમ.રામનાણી અને કાર્યક્રમના અંતમાં સૌ ઉપસ્થિત અધિકારીઓનો આભાર કચેરીનાં મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી આર.જે.જોધાણીએ વ્યકત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...