આવકાર:માર્કેટ સેસ ફી નાબૂદ કરતાં વટહુકમને આવકાર

બોટાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને અપૂરતા ભાવ મળતા બોટાદ જિ. ભારતીય કિસાન સંઘના પ્રમુખની કલેક્ટરને રજૂઆત

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા માર્કેટીંગ યાર્ડના નિયમોમાં ફેરફાર કરી ખેડૂતોના માલપર ગામડે બેઠા સેશ ફી માર્કેટિંગ યાર્ડ દ્વારા લેવામાં આવતી હતી.જે સેશ ફી લેવાનું બંધ કરવા સરકાર દ્વારા વટહુકમ બહાર પડાતા બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારાયો હતો. સરકારના આ નિર્ણયથી હવે ખેડૂતો પોતાના ગામડેથી બીજે ગામ પોતાનો માલ વેચી શકશે. જેથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈછે. જ્યારે સરકાર દ્વારા લેવામાં આવેલા  નિર્ણય નો અમલ થાય. અને આ નિર્ણયમાં ફેરફાર ન થાય તે માટે બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદા દ્વારા બોટાદ કલેકટરને રજૂઆત કરાઇ  છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા  ખેડૂત પ્રતિનિધિ ની સંખ્યા 8 થી વધારીને 10 કરવામાં આવેલ છે તે નિર્ણયને પણ આવકારવામાં આવે છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં બે ટર્મથી વધારે  કોઈને ચૂંટણી લડવાનો અધિકાર રહેતો નથી. તેઓ પણ સુધારો સરકાર દ્વારા કરવામાં આવેલ છે. તે પણ વ્યાજબી છે. સરકારના ઉપરોક્ત મુજબ ના  નિર્ણયને પગલે હવે વેપારી ખેડૂતોનો માલ ગમે ત્યાંથી ખરીદી શકશે અને ગમે ત્યાં વેચી શકશે તેમજ વેપારી નું લાયસન્સ સમગ્ર ગુજરાતમાં એક જ રહેશે. તે પણ આવકાર્ય છે ભારતીય કિસાન સંઘની આ વર્ષો જૂની માગણી હતી.

સરકારના આ નિર્ણયને ગુજરાત એપીએમસીના પ્રમુખો ખોટા નિવેદનો, આક્ષેપબાજી કરીને વિરોધ મત રજૂ કરી રહ્યા છે. જેને બોટાદ ભારતીય કિસાન સંઘ પ્રમુખ દ્વારા વખોડી કાઢવામાં આવે છે.સત્તાધીશોએ માત્ર માર્કેટિંગ યાર્ડ નો વિકાસ કર્યો છે. ખેડૂતોનો કોઈ જ વિકાસ કર્યો નથી. સરકાર દ્વારા આ સુધારા હુકમ બહાર પડાતા તેમના પેટમાં તેલ રેડાયું છે.  અને આ સુધારા હુકમ માં કોઈપણ ફેરફાર થશે તો તેના વિરોધમાં કિસાન સંઘ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે અને આંદોલન કરવાની ફરજ પડશે.

વધુમાં ખેડૂતો પાસેથી મણ દીઠ પાંચ રૂપિયા માર્કેટ સેશ ફી વસુલ કરવામાં આવતી હતી. જેથી ખેડૂતોના લાખો અને કરોડો રૂપિયા માર્કેટ સેશ ફીમા  જતા હતા. હાલમાં ખેડૂતોને  માલના પૂરતા ભાવ મળતા નથી કપાસ, ડુંગળી ઘઉં ,બાજરો ,એરંડા વગેરે ટેકાના ભાવ કરતાં નીચા ભાવે વેચાઇ રહ્યા છે. કોરોના અને લોક ડાઉન ની આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતો લૂંટાઇ રહયા છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ વધુ છે. જે ઘટાડવા જોઇએ. સી.સી.આઇ માં ખેડૂતોનો જે કપાસ ખરીદવામાં આવે છે. તેમાં સારી ગુણવત્તાવાળો હોય તો પણ રિજેકટ કરે કરે છે. સી.સી.આઇ માં પણ ભ્રષ્ટાચાર થતો હોવાની પુરી  શંકા હોવાનો આક્ષેપ કરાયો છે.  

ચોમાસુ નજીક છે ત્યારે રાસાયણિક ખાતર તથા બિયારણ અત્યારે યુદ્ધના ધોરણે દરેક ખેડૂતને મળી રહે તેવી વ્યવસ્થા કરવા તેમજ લોક ડાઉન પહેલા પરપ્રાંતિય મજૂરો પોતપોતાના વતનમાં જતા રહ્યા છે.  ખેતીકામ અને બાંધકામ ક્ષેત્રે મજુરોની અછત  હોવાથી આ મજૂરો ઝડપથી સૌરાષ્ટ્રમાં પરત આવે જેથી ખેતી અને બાંધકામ ક્ષેત્ર ફરી ધમધમી ઊઠશે. 

અન્ય સમાચારો પણ છે...