તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમનું ડીજીટલ માધ્યમ:ઔદ્યોગિક તાલિમના અભ્યાસક્રમ માટે વેબિનાર

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા

જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા આઈ.ટી.આઈ.ના અભ્યાસક્રમોમાં પ્રવેશ વિષયક માહિતી અને માર્ગદર્શન તેમજ એસ.એસ.સી. પરીક્ષા ઉતીર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં અભ્યાસક્રમોનો પરિચય માટેવેબિનાર કાર્યક્રમનું ડીજીટલ માધ્યમ ગૂગલ મીટ એપ્લીકેશન દ્વારા તા. 13/7/21ના રોજ સવારે 11.00 કલાકે આયોજન કરવામા આવ્યુ છે.

આ વેબિનારમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતેના આચાર્ય પૂનમબેન રાઠોડ દ્વારા પ્રવેશ પ્રક્રિયાને લગતી માહિતી અને જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી દ્વારા વિવિધ ટ્રેડમાં પ્રાપ્ય કારકિર્દી વિષયક માર્ગદર્શન આપવામાં આવશે.

આ વેબીનારમાં જોડાવા માટે ગૂગલ મીટ એપ્લીકેશનના માધ્યમથી પ્રસ્તુત લિંક https://meet.google.com/wvu-hwrv-mrb પર ક્લિક કરી ASK TO JOIN પર ક્લિક કરવાથી લાઈવ વેબિનારમાં જોડાઈ શકશો, તેમજ કચેરીના ફેસબુક લિંક https://www.facebook.com/deebotad/ પરથી કાર્યક્રમ લાઈવ નિહાળી શકશો. વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદના કોલ સેન્ટર નં. 6357390390 ઉપર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...