આયોજન:તરઘરામાં ક્ષત્રીય રાજપૂત સમાજનું શસ્ત્રપૂજન યોજાયું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શસ્ત્રપૂજન નિમિતે બોટાદથી ભવ્ય બાઈક બાઈક રેલીનું આયોજન કરાયું હતું

બોટાદ તાલુકા ક્ષત્રિય યુવા સંધ દ્વારા બોટાદ તાલુકાના તરઘરા ગામે આવેલ મોગલધામ ખાતે તા.15/10/21ને વિજયા દશમી નિમિતે શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોની ભવ્ય બાઇક રેલી અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત બપોરે ગઢડા રોડ ખાતે આવેલ મહાદેવ રેસ્ટોરન્ટથી સમસ્ત રાજપૂત સમાજ દ્વારા કેસરિયા સાફાઓ ધારણ કરેલ ઘોડેસવારો અને બુલેટના પાયલોટીંગ દ્વારા મા ભવાનીના રથની અગ્રીમતામાં અને ત્યાર બાદ બુલેટો, બાઈકો, કારો સાથે અને પધારેલ સમાજના પ્રતિષ્ઠિત મહેમાનોને ખુલ્લી જીપમાં સંતો મહંતો દ્વારા શસ્ત્ર પૂજનના પવિત્ર કાર્ય માટે આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ રેલી જ્યોતિગ્રામ સર્કલ, દીનદયાલ ચોક, હવેલી ચોક, બસ સ્ટેન્ડ, શાંતિવન સોસાયટી થઈ તરઘરા મોગલધામ સુધી રેલી સ્વરૂપે પહોંચી હતી. આ રેલીનાં રૂટમા ઠેર ઠેર જગ્યાએ વિવિધ સમાજો, વિશ્વહિન્દુ પરીષદ, બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી, આમઆદમી પાટી જેવા વિવિધ સંગઠનો તેમજ અન્ય સમાજ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત અને મા ભવાનીની પૂજા કરવામાં આવી હતી.

આ રેલી તરઘરા પહોંચતા મોગલધામ મંદિરના દક્ષાબા દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૈદિક બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિથી શસ્ત્રપુજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા રાજપૂત સમાજના અગ્રણીઓ જસાભાઈ બારડ પ્રમુખ કારડીયા રાજપૂત ગુ.રા, કાનભા ગોહિલ પ્રમુખ સમસ્ત રાજપૂત સમાજ ગુ.રા, હાર્દીકસિંહ ડોડીયા, કમાભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્ય, ગજુભા મકવાણા, નરેન્દ્રસિંહ અસ્વાર, વનરાજસિંહ ડાભી, પ્રવિણસિંહ મોરી હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...