બોટાદ જિલ્લાના હામાપર ગામ ખાતે એ.સી.પ્રેશર પાઈપલાઈનના લિકેઝીંસ દૂર કરી હામાપર ગામનો પાણી પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવ્યો છે. મહી પરીએજ ટેંક આધારીત બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ બોટાદ તાલુકાના 52 ગામો, ગઢડા તાલુકાના 05 ગામો અને 03 પેટા પરાઓનો સમાવેશ થાય છે.
બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજનાની કોમ્રેહેંસીવ મરામત અને નિભાવણીના કામનો એલ.ઓ.એ ઝોન કચેરી જુનાગઢથી નંદીશ કોર્પોરેશન અમરેલીને આપવામાં આવ્યો છે. જેને લઇ ઈજારદાર દ્વારા કરારખતની કામગીરી પૂર્ણ કરી બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજનાની કોમ્રેહેંસીવ મરામત અને નિભાવણી સંભાળવામાં આવી રહી છે. બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજના હેઠળના તાજપર ગ્રુપ હેઠળ હમાપર ગામનો સમાવેશ થાય છે.
હામાપર ગામની વસ્તી વર્ષ 2022 મુજબ ત્રણ હજાર જેટલી આંકવામાં આવે છે. આ ગામને બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજનાના પાંડવધાર હેડ વર્કસ અને તાજપર ગ્રુપ હેઠળની સાત લાખ લીટર ક્ષમતાની ઉંચી ટાંકીમાંથી ગ્રેવિટ મારફત ધારાધોરણો મુજબ એકંદરે પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ગ્રુપ હેઠળ હામાપર ગઢડા તાલુકાનું તથા કાર્યક્ષેત્રનું છેવાડાનું ગામ છે. પાંડવધાર હેડવર્કસથી ૩૦૦ મીમી વ્યાસની એ.સી. પ્રેશર અને 250 મીમી વ્યાસની એ.સી.પ્રેશર પાઈપલાઈન દ્વારા ગ્રેવિટી આધારિત પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.