બોટાદ જિલ્લામાં બંને ચરણમાં યોજાશે મતદાન:ગુજરાતના એકમાત્ર બોટાદમાં 1 અને 5 ડિસેમ્બર એમ બંને ચરણમાં મતદાન, જાણો ક્યા તાલુકાનું ક્યા તબક્કમાં મતદાન થશે?

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના એક માત્ર બોટાદ જિલ્લાના મતદારો બને તબક્કામાં મતદાન કરશે. બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર બંને તાલુકા ધંધુકા વિધાનસભા બેઠકમાં આવતા હોવાથી મતદારો બીજા તબક્કામાં મતદાન કરશે. જ્યારે બોટાદ અને ગઢડા વિધાનસભાનું મતદાન પહેલા તબક્કામાં થવાનું છે. એટલે વહીવટીતંત્રને પણ બંને તબક્કામાં ​​​​​​​કામગીરીનો ભાર રહેશે.

ગુજરાત વિધાનસભાનાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગયેલી છે. જેમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. સમગ્ર ગુજરાતમાં બોટાદ જિલ્લાના મતદારો એવા હશે કે તે બંને તબક્કામાં મતદાન કરતા જોવા મળશે. બોટાદ જિલ્લામાં કુલ ચાર તાલુકા આવેલા છે. જેમાં બોટાદ અને ગઢડા વિધાનસભાનું મતદાન પહેલા તબક્કામાં થશે. જ્યારે બરવાળા અને રાણપુર તાલુકાના મતદારો બીજા તબક્કામાં મતદાન કરશે કારણ કે બરવાળા અને રાણપુર તાલુકો આજે પણ અમદાવાદ જિલ્લાના ધંધુકા વિધાનસભામાં આવે છે. જેના કારણે આ મત વિસ્તારના જે મતદારો છે તે બીજા તબક્કામાં મતદાન કરશે.

બોટાદને 2012 માં જ્યારે જિલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારે ભાવનગર જિલ્લાના 2 તાલુકા એટલે બોટાદ અને ગઢડા અને અમદાવાદ જિલ્લાના 2 તાલુકા બરવાળા અને રાણપુર એમ કુલ 4 તાલુકા ભેગા કરી અને જિલ્લો બનાવામાં આવ્યો છે. અહિયાં જિલ્લો તો બનાવી દેવામાં આવ્યો. પરતું જે વિધાનસભાના વિસ્તારો છે તે આજે પણ તેમને તેમજ છે. તેમજ બોટાદ અને ગઢડાને ભાવનગરના સાંસદ વિસ્તાર લાગે છે. જ્યારે રાણપુર અને બરવાળાને સુરેન્દ્રનગર સાંસદ લાગે છે. ત્યારે બોટાદ જિલ્લાના મતદારો બંને તબક્કામાં મતદાન કરવાના છે. જેને લઈ મતદારોમાં પણ ઉત્શાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...