બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે સવિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે ત્યારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આજે પાળીયાદ રોડ વિસ્તાર બોટાદ ખાતે 'અવસર રથ' આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસર રથ દ્વારા બોટાદકર કોલેજના વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરાયાં હતાં ત્યારબાદ આ અવસર રથ બોટાદ જિલ્લાના સજેલી-વજેલી, સમઢીયાળા-૨, ઝમરાળા, રતનવાવ, રોહીશાળા, નાના ઝીંઝાવદર, ઈશ્વરીયા, લાખણકા, પીપળ-તતાણા અને ઉગામેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે પ્રેરિત કરતી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.