તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બોટાદમાં આંતરરાષ્ટ્રીય દત્તક માસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

બોટાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ.શાહના માર્ગદર્શન હેઠળ નવેમ્બર માસને આંતરરાષ્ટ્રીય દત્તક માસ તરીકે ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા, રાણપુર અને બોટાદ ખાતે કોવિડની ગાઈડલાઇન મુજબ માસ્ક અને સામાજિક અંતર જાળવીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદના બરવાળા અને રાણપુર ખાતે ગ્રામજનો, આંગણવાડી બહેનોના લાભાર્થી જુથ સાથે આંતરરાષ્ટ્રીય દત્તક માસની ઉજવણી અંતર્ગત કુલ-3 જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...