તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વડવા, ભાવનગરમાં સંત સંમેલન, બોટાદ ભજનાનંદ આશ્રમ સ્વામી આત્માનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા. - Divya Bhaskar
મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા.

શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ ભાવનગર તેમજ બોટાદ જિલ્લા દ્વારા શ્રી લક્ષ્મણ મંદિર દેવજી ભગતની ધર્મશાલા, વડવા, ભાવનગર ખાતે તા.27/12/20ના રોજ બોટાદ ભજનાનંદ આશ્રમ સ્વામીશ્રી આત્માનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને સંત સંમેલન યોજાયું હતું, જેમાં સંત ગરીબરામબાપુ, રવુબાપુ, રમજુબાપુ, ઓલીયા બાપુ, એસ.પી સ્વામી, લક્ષ્મણદાસજી ઉપરાંત કથાકાર રમેશભાઈ શુકલ તેમજ વિષ્ણુદાસબાપુ દાણીધારીયા ઉપસ્થિતિ રહી હતી. આ સંત સંમેલનમાં ભાવનગર-બોટાદ જિલ્લાના વિવિધ આશ્રમો તેમજ જગ્યાઓના સાધુ-સંતોએ હાજરી આપી હતી.

આત્માનંદ સરસ્વતીજીએ સમર્પણ જન સંપર્ક યોજના અંતર્ગત ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ચાલનાર અભિયાન અંગે માહિતી આપતાં કહ્યું હતું કે 15 જાન્યુઆરી મકરસંક્રાતિના પર્વથી 27 ફેબ્રુઆરી સંત રવિદાસ જયંતિ અને મહા મહિનાની પૂનમ સુધી ચાલનાર અભિયાન વિશ્વનું સૌથી મોટું જન સંપર્ક અભિયાન હશે. જેમાં 642 ગામ, 2.5 લાખ પરિવાર અને 22 લાખ હિન્દુઓનું સંપર્ક કરીને તેમના સહયોગથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરીશું તેવું જણાવ્યું હતું. ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ નિધિ સંગ્રહ અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

જે માટે જિલ્લાના દરેક ગામમાં નિધિ સંગ્રહ કાર્યાલય પણ શરુ કરવામાં આવશે. જેના માટે નિધિ સંગ્રહ સમિતિ પણ બનાવવામાં આવી છે. વર્ષોના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ભવ્ય નિર્માણ માટેના આયોજન અંગે વિસ્તૃત માહિતી તેમજ સમસ્ત હિન્દુ સમાજ પાસેથી નિધિ એકત્રીકરણ કરવા માટે દરેક હિન્દુ મંદિરો તેમજ દેવસ્થાનો આગળ આવે અને લોકો ઉદાર હાથે પોતાનો આર્થિક સહયોગ આપે તે માટે સંતોને પોતાના સેવક સમુદાયને આહ્વાહન કરવા માટેની અપીલ શ્રી આત્માનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ. પુ. રામચંદ્રદાસજીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો