તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:બોટાદ જિલ્લામાં 10  સ્થળ પરથી વેક્સિન અપાશે

બોટાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18થી 44 વયના લોકો માટે વેક્સિનેશન
  • કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, વિના મૂલ્યે રસી અપાશે

બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર બોટાદ જિલ્લાનાં 18 થી 44 વર્ષની વય જૂથ ધરાવતા લોકોને આજે શનિવારથી જિલ્લાનાં કુલ 10 સ્થળો ઉપરથી કોરોના વેક્સીન આપવામાં આવશે. આ વેક્સીન મેળવવા માટે કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ કોરોના વેક્સીન તદ્દન વિના મૂલ્યે આપવામાં આવશે. જેમાં બરવાળામાં તાલુકા હેલ્થ ઓફીસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાળંગપુર, બોટાદ તાલુકામાં શહેરી આરોગ્ય કેન્દ્ર, શિવ પરા, સુન્દરમ વિદ્યાલય, પાળીયાદ રોડ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લાખેણી., પૂ. વિસામણ બાપુની જગ્યા, પાળીયાદ., ગઢડા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગઢડા., શહેરી આરોગ્ય કેન્દ્ર, ગઢડા., પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, ઢસા જં, રાણપુર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રાણપુર ખાતે વેક્સીન આપવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...