કોરોના રસીકરણ:બોટાદ જિલ્લામાં રસીકરણ મહા અભિયાન યોજાવામાં આવ્યું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 3.54 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે બોટાદ જિલ્લામાં પણ કોરોના રસીકરણ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના જુદા જુદા ગામમા કોરોના રસીકરણ આયોજન અંતર્ગત કલેકટર તુષાર સુમેરાના સીધા જ માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ PHC ઉપર ક્લાસ – 1 અને 2 ના સિનિયર અધિકારીઓને કામગીરી સોપાઈ હતી મહાઅભીયાન નિમિતે આરોગ્યની વધારાની ટીમો ઉતારાઈ હતી જિલ્લાના કુલ 5,13,234 રસીકરણની પાત્રતા ધરાવતા 18 વર્ષથી ઉપરના નાગરિકો પૈકી 3,54,199એ તા. 16/9/21 ની સ્થિતિએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

જિલ્લા ક્લકેટર કચેરી ખાતે કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ એક “જિલ્લા વેક્સિનેશન કંટ્રોલ રૂમ બનાવાયો છે જે જિલ્લામાં ચાલતી રસીકરણની કામગીરીનું સતત મોનીટરીંગ કરે છે. આ રસીકરણ મહા અભિયાનના ભાગરૂપે જિલ્લના તમામ વિભાગના કલાસ 1 અને 2 ના તમામ અધિકારીએ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને જિલ્લામાં સૌથી વધુ લોકો રસી લેવા કમર કસી હતી તમામ અધિકારીઓએ ગામે ગામ જઈ લોકોને સમજાવી રસીકરણનો લાભ લેવા જણાવ્યું હતું. કલેકટરે જુદા જુદા ગામોમાં પોતાની હાજરી આપી ગામના લોકોને સમજાવી વેકિસન લેવા જણાવ્યું હતું.

જેમાં બરવાળા ખાતે રાવળ શેરીમાં રહેલા લોકો અમુક ગેરમાન્યતા તેમજ અફવાઓથી વેકિસન લેવાની ના પડતા હતા જેને જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા સમજાવી વેકિસન અંગે તેઓના મનમાં રહેલી ગેરમાન્યતા દૂર કરી વેકિસન લેવડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...