તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ધંધુકામાં સરમુબારક બુખારી દાદાની દરગાહ પર વેક્સિનેશન કેમ્પ યોજાયો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા હેલ્થ ઓફિસ ધંધુકા અને સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા
  • 18 વર્ષ થી ઉપર ના કુલ 609 લોકોએ વેકસીન લીધી

સમગ્ર રાજ્ય તેમજ જિલ્લામાં કોવિડ સામે રક્ષણ માટે કોવિડ વેકસીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ ધંધુકા અને સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધંધુકાની સુપ્રસિદ્ધ સર મુબારક બુખારી દાદાની દરગાહ પર વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો દિનેશ પટેલ, આરોગ્ય મેડિકલ ઓફિસર ડો સીરાજ દેસાઈ, અર્બન સેન્ટરની આરોગ્ય ટીમ, મુન્ના બાપુ, ઈમ્તિયાઝ ભાઈ, રાજુબાપુ, અલાઉદ્દીનભાઈ તેમજ સમાજના લોકો દ્વારા મેગા વેકસીનેશન પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

આ વેકસીનેશન પ્રોગામમાં ધંધુકા શહેર તેમજ મુસ્લિમ સમાજ ના લોકોએ ઉત્સાહ સાથે વેકસીનેશન લીધી હતી. જેમા 18 વર્ષ થી ઉપર ના કુલ 609 લોકોએ વેકસીન લીધી હતી. જે ધંધુકા ધોલેરા તાલુકામાં અત્યાર સુધી માં કોઈ પણ સ્થળ પર એક જ દિવસ માં થયેલ વેકસીનેશન માં સૌથી વધારે છે. હજુ આવનાર દિવસોમાં પણ આવા કેમ્પ તાલુકા તેમજ શહેરમાં રાખવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...