બોટાદની બંને વિધાનસભા બેઠકો ઇકો ફ્રેન્ડલી:પ્લાસ્ટિક મુક્ત મતદાન મથકો પર ફક્ત કાગળની જ ચીજવસ્તુઓનો ઉપયોગ

બોટાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર બી.એ.શાહ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ્ય પર્યાવરણની જાગૃતિનાં સંદેશ સાથે જિલ્લાની બંને વિધાનસભા બેઠકોમાં એક-એક ઇકો-ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવશે. આ પ્લાસ્ટિક મુક્ત મતદાન મથકો પર માત્ર કાગળની ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવશે.

બોટાદ જિલ્લામાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તાર ખાતે 201-ગઢડા-11 બોટાદ રોડ ખાતેની બ્રાંચ શાળા નં-2 તેમજ 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં 92-જોટીંગડા ખાતે પ્રાથમિક શાળામાં ઇકો-ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરવામાં આવશે. આ બુથની વિશેષતા એ છે કે ત્યાં પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવામાં આવે. આ બૂથ પર મતદાનની તમામ પ્રક્રિયાઓમાં કાગળની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે અને પ્લાસ્ટિકથી દૂર રહી ઇકો-ફ્રેન્ડલી બુથનાં નવતર અભિગમ થકી લોકોમાં પર્યાવરણ માટેની જાગૃતિ બાબતે પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...