નાનાજી દેશમુખ ઓડીટોરીયમ ખાતે તા.8ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ‘વિકાસ દિવસની ઉજવણી કરવામા આવી હતી.
આ કાર્યક્રમમા આ કાર્યક્રમમા આત્મારામભાઇ પરમાર ધારાસભ્ય ગઢડા, તુષાર સુમેરા કલેક્ટર બોટાદ, રાજશ્રીબેન વોરા પ્રમુખ ન.પા.બોટાદ, ભીખુભા વાઘેલા પ્રમુખ જિલ્લા ભાજપ, ચંદુભાઇ સાવલીયા શહેર પ્રમુખ ભાજપ, સુરેશભાઇ ગોધાણી, બ્રીજરાજસિંહ ઝાલાની ઉપસ્થિતિમા જન સુખાકારી દિવસ નિમિત્તે બોટાદ શહેરી વિસ્તારના લોકોને વિવિધ સવલતો આપવામાં આવશે. રાજય સરકારે શહેરી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ બનાવી શહેરી વિસ્તારના નાગરિકોની પ્રાથમિક સવલતો પુરી પાડી છે. શહેરી વિસ્તારમાં વિજળી, પાણી, રસ્તા, ગટર જેવા કામોને અગ્રતા આપી શહેરી વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર પ્રયાસો કર્યા છે.
શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે વિવિધ જગ્યાઓએ અન્ડર બ્રીજ- ઓવર બ્રીજ બનાવી લોકોને પડતી ટ્રાફિકની મુશ્કેલીનો કાયમી નિરાકરણ કરેલ છે. ઉપરાંત શહેરોમાં પાર્કીંગની પણ વ્યવસ્થાઓ કરી છે. તેમણે શહેરના છેવાડાના વિસ્તાર સુધી પાણીની પાઇપલાઇનો નાખી પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતુ થયું હોવાથી પાણીના પ્રશ્નનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે. આ સાથે મહાનુભાવોના હસ્તે બોટાદ જિલ્લાની નગરપાલિકા વિસ્તારના વિકાસ કામો માટે બોટાદ નગરપાલિકાને રૂ.૨.૫૦ કરોડ, ગઢડા નગરપાલિકાને રૂ.૧.૨૫ કરોડ અને બરવાળા નગરપાલિકાને રૂ.૫૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.