આગામી 3થી 4 દિવસ બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના હોવાથી ખેડૂતોને સાવચેત રહેવા નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા જણાવાયું છે. ખેતરમાં તૈયાર થયેલો પાક ઉતારી યોગ્ય વ્યવસ્થા કરવા, APMC અને અન્ય ખરીદ કેન્દ્રો ખાતે લઇ જવાતી જણસને ઢાંકીને લઇ જવા સૂચના અપાઈ છે.
સાથોસાથ ખરીદ કેન્દ્રો ખાતે પણ ખુલ્લામાં પડેલા જથ્થાને સલામત સ્થળે ઢાંકીને કે ગોડાઉનમાં રાખવા વેપારીઓને અનુરોધ કરાયો છે. કમોસમી વરસાદની આગાહીના દિવસો દરમિયાન શિયાળુ પાકોમાં પિયત આપવાનું ટાળવા તેમજ ખુલ્લામાં રાખેલી જણસીને યોગ્ય જગ્યાએ રાખવા અથવા તાડપત્રી કે અન્ય વસ્તુથી ઢાંકીને રાખવા સૂચન કરાયું છે. ખેતી ઇનપુટ દવા, ખાતરનો જથ્થો સુરક્ષિત સ્થળે ગોડાઉનમાં રાખવા સહિતના પગલાં લેવા બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.