એકતા દોડ યોજાશે:દસક્રોઈમાં બારેજા પાલિકા સહિત 11 જગ્યાએ આજે એકતા દોડ યોજાશે

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસક્રોઈ મામલતદારનો પરિપત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો ત્યારે જાણ થઈ

31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જ્યંતી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ના ભાગરૂપે દસક્રોઈમા બારેજા નગર પાલિકામાં તાલુકા કક્ષાની તેમજ અન્ય દસ સ્થળોએ ક્લસ્ટર વાઇઝ એકતા દોડનું આયોજન કરવા દસક્રોઈ મામલતદારે 29 ઓક્ટોમ્બરે પરિપત્ર બહાર પાડી તલાટીઓને આ અંગેની જવાબદારી સોંપી છે તેમજ ટીડીઓ સહિત ના અધિકારીઓને ક્લસ્ટર વાઇઝ નોડલ અધિકારીની જવાબદારી સોંપી છે પરંતુ આ અંગેનો પરિપત્ર સામાન્ય જનતાને સોસીયલ મીડિયા માધ્યમથી જાણ થઈ છે પરંતુ હજુ સુધી વિવિધ ગામોમાં તલાટી કે ગ્રામ પંચાયત ધ્વારા ગ્રામજનોને જાણ કરાઈ નથી.

દસક્રોઈ મામલદારે પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ક્લસ્ટર વાઇઝ એકતા દોડ સવારે 7 થી 9 મા યોજવાની છે.આ અંગે નોડલ અધિકારીઓ સાથે પરામર્શ કરી તલાટીઓએ ગ્રામજનો બહોળી સંખ્યામાં ભાગ લે તેવી જાગૃતતા કેળવી આયોજન કરવાનું છે.એકતા દોડના રૂટ પર કોઈ ટ્રાફિકની સમસ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સાથે સંકલન કરવાનું તેમજ દોડ પુરી થાય તે સ્થળે લિબુ પાણી અને બિસ્કિટ પેકેટની વ્યવસ્થા પણ તલાટીએ કરવાની છે.

અધિકારીઓનું ઉદાસીન વલણ કે રવિવારે લોકોને અજાણ રાખ્યા ?
એકતા દોડની સફળતા માટે ટીડીઓને તલાટીઓ સાથે સંકલન સાધી સરપંચ, ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યોને એકતા દોડમા આમંત્રણ ની જવાબદારી તલાટીને સોંપી છે.પરંતુ 30 ઓક્ટોમ્બર રવિવાર હોવાથી કે અધિકારીઓ ના ઉદાસીન વલણ કોઈ કારણોસર રવિવાર સાંજ સુધી ગ્રામજનોને જાણ જ નથી કે 31 ઓક્ટોમ્બરે એકતા દોડ છે.
શિક્ષકો સિવાય તમામને હાજર રહેવા અંગે સૂચના આપવામાં આવી
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જ્યંતી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ના ભાગરૂપે દસક્રોઈમા બારેજા નગર પાલિકામાં યોજાનારી એકતા દોડમાં આંગણવાડીની બહેનો,આશા વર્કરો ,આરોગ્ય કર્મીઓ,મધ્યાહન ભોજન સંચાલકો,સસ્તા અનાજના દુકાનદારોને જોડાવવા જણાવાયું છે.દિવાળી વેકેશનને કારણે શિક્ષકોને હાજર રહેવાની સૂચના પરિપત્રમાં નથી.

અન્ય સમાચારો પણ છે...