તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સરવણી:'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' અભિયાન અંતર્ગત બરવાળાના યુવાનોએ વિવાનના ઇલાજ માટે રૂ. 1.85 લાખ ભેગા કર્યા

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવા ટીમે 10 દિવસમાં રુપિયા 1 લાખ 85 હજાર 500 ભેગા કરી રૂબરૂ વિવાનના પિતાને આપ્યા

ધૈર્યરાજની જેમ કુદરતી બીમારીથી પીડાઇ રહેલા જૂનાગઢના વિવાન વાઢેરને પણ ઇલાજ માટે કરોડો રૂપિયાની જરૂર છે. વિવાનની સારવાર માટે રુપિયા 16 કરોડની જરૂરિયાત હોવાથી બોટાદના બરવાળામાં સેવાભાવી યુવાનો દ્વારા 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' અભિયાન તા.3 જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, આ અભિયાન દરમિયાન સેવાભાવી 10 યુવાનો દ્વારા વિવાનની મદદ માટે બરવાળાના રોડ, ઘરે ઘરે જઈને અને રાહદારીઓને મદદ માટે અપીલ કરીને ફાળો એકત્રિત કરાઇ રહ્યો છે. આજે 13 જુલાઈ સુધી આ યુવા ટીમે રુપિયા 1.85 લાખ ભેગા કર્યા છે.

વિવાન વાઢેળ નામના અઢી મહિનાના બાળકને SMA સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફિ નામની ગંભીર બીમારી છે. આ ગંભીર બીમારીની સારવાર માટે રુપિયા સોળ કરોડ રૂપિયાની જરૂરિયાત હોવાથી બરવાળા સેવાભાવી યુવા ટીમ આગળ આવીને આ 10 દિવસમાં રુપિયા 1 લાખ 85 હજાર 500 રોકડા ભેગા કરી રૂબરૂ તેના પિતાને આપ્યા હતા.

વિવાનના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, હજુ સુધી રોકડ રકમ આવેલી તેમા બરવાળા સેવાભાવી મિત્રોનું દાન સૌથી મોટું છે. આ યુવાનોની મહેનત રંગ લાવી અને અશોકભાઈ યુવાનોને સેવાકાર્યમા સાથ આપનાર તેમના પરિવારજનો તેમજ યુવાનોનો આભાર માન્યો હતો.

બરવાળાના યુવાનોએ નાનકડા વિવાનને રમાડી તેની ખબર અંતર પૂછી વિવાનના માતા-પિતાને હિંમત આપી હતી અને હજુ તેમને વધુ પૈસાની જરૂર હોવાથી વધુમા વધુ મદદ બરવાળા સેવાભાવી યુવા ટીમ તરફથી કરવામાં આવશે તેમજ બીજા પાસે પણ મદદ કરવાનું વચન આપ્યું હતું. આમ બરવાળાના સેવાભાવી યુવા કાર્યકરોની માનવતા સમગ્ર બોટાદ જિલ્લો ગર્વ અનુભવી રહ્યો છે અને સેવાભાવી મિત્રોની સમગ્ર પંથકમા ભારે પ્રશંસા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...