તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારુગામ મારી રોજગારી:ઉમરાળા ગામે ગરીબ પરિવારના 950 લોકોને રોજગારી પૂરી પડાઇ

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘મારુગામ મારી રોજગારી’ના નરેગાના સૂત્રને સાર્થક કરતું ઉમરાળા ગામ

રાણપુર તાલુકાના ઉમરાળા ગામે કેન્દ્ર સરકારની સ્થાનિક લોકોને 100 દિવસની રોજગારીની બાહેધરી આપતી મહાત્મા ગાંધી મનરેગા યોજનામાં બોટાદ જિલ્લાના તમામ ગામો છેલ્લા બે મહિનાથી અમલીકરણ છે. જેમાં જિલ્લામાં 4.16 લાખ માનવ દિનની રોજગારી પુરી પાડી હતી. જેમાં 1.08 લાખ રાણપુર તાલુકામાંના ગામોમાં પુરી પાડી આ રોજગારીમાં 800 લાખ રૂપિયા જિલ્લામાં શ્રમિકોના બેંક ખાતામાં સીધા આપ્યા હતા. જેમાં રાણપુર તાલુકામાં બે માસમાં 199 લાખ ની રોજગારી પૂરી પાડવામાં આવી છે.

કોરોના કાળમાં લોકો નોકરી ધંધો ગુમાવી રહ્યા છે ત્યારે રાણપુર તાલુકા પંચાયત દ્વારા કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ રાણપુર તાલુકાના ઉમરાળા ગામે 1150 ગરીબ પરિવારોના લોકોને રોજગારી આપવામાં સફળ રહી છે. જે જગ્યા પર મનરેગા યોજનાનુ કામ ચાલી રહ્યું છે ત્યાં આવતા લાભાર્થીઓના મેડિકલ ચેક અપ દવા, માસ્ક-સેનીટાઇઝર અને મિનરલ વોટર પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત તળાવો ઉંડા કરવા, રસ્તાના કામો અને જમીન માવજત વગેરે કાર્યો કરાવીને ગરીબ પરિવારોના લોકોના મજૂરીના રૂપિયા લાભાર્થીઓના ડાયરેક્ટ બેંક ખાતામાં નાખવામાં આવે છે ત્યારે આ મનરેગા યોજનાથી લોકોની આજીવિકા ઘર બેઠા મળી રહે છે રાણપુર તાલુકાના ઉમરાળામાં કોવિડ મહામારી નાં સમયમાં 924 કુટુંબો ને 22.61 લાખ ચૂકવ્યા હતા. આ એ જ ગામ છે જ્યાં ગત વર્ષે કોરોના મહામારીની મુશ્કેલીના સમયમાં નરેગા યોજનામાંથી 86 લાખની રોજગારી મેળવતું રાણપુર તાલુકાનું ઉમરાળા પ્રથમ ગામ છે. જે સમય કોઈ પાસે કામ ન હતું.

અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા મુજબ આગામી સમયમાં ગોચર સુધારણા વનીકરણ ઘાસચારા અને કેટલશેડ કંપોસ્ટ ઉપરાંત રસ્તાના અને રમતગમત મેદાન કામોનું નરેગામાં આયોજન કર્યું છે. હાલ ઉમરાળા ગામમાં મનરેગા યોજના જે લાભાર્થીઓ કામ કરી રહ્યા છે તેમને હાલ કામ ધંધા બંધ હોય તેને લઈ સરકારની મનરેગા યોજના દ્વારા પોતાને પોતાના ગામમાજ રોજગારી મળી રહી છે અને સીધા પોતાના બેન્ક ખાતા માં રકમ જમા થતી હોય ત્યારે ઉમરાળા ગામના શ્રમિકો દ્વારા સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...