ઉજવણી:ગઢડાનામાં “ઉજ્જ્વલ ભારત, ઉજ્જ્વલ ભવિષ્ય વીજળી મહોત્સવ” યોજાયો

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યુતક્ષેત્રે થયેલ પ્રગતિ જન-જન સુધી પહોંચાડવા

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત વિદ્યુતક્ષેત્રે થયેલ પ્રગતિ અને વિવિધ અભૂતપૂર્વ સિદ્ધિઓને જન જન સુધી પહોંચાડવા અને વર્ષ 2047 સુધીની જુદીજુદી અપેક્ષાઓની ઝાંખી કરાવવા માટે તા. 25 જુલાઈ થી 30 જુલાઈ સુધી ઉર્જા મંત્રાલય,અને MNRE, રાજય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા કેન્દ્ર સરકારના સહયોગથી “ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય” પાવર @2047 “વીજળી મહોત્સવ” ઉજવાઈ રહ્યો છે. જે અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાના ગઢડાના કમલમ્ હોલ ખાતે “ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશે વિવિધ ક્ષેત્રોની સાથે વીજ વિભાગ ક્ષેત્રે પણ અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરીને દેશને એક આગવી ઓળખ અપાવી છે.

ખેડૂતો ખેતીમાં વધુ ઉપજ મેળવી શકે તે માટે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત નાના ઉદ્યોગકારો જયોતિગ્રામ યોજનાનો લાભ લઇને ઘર આંગણે જ વધુ રોજગારી મેળવી રહ્યાં હોવાનું ઘંશ્યામભાઈ વીરાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...