ધંધુકા તાલુકાના આકરૂ ગામની સીમમા આવેલ કેનલ ઉપરથી અજાણ્યા ચોર ઇસમોએ ખેડૂતનું હોન્ડા કંપનીનું જનરેટર ચોરી કરનાર બે ચોરોને ચોરી કર્યાના ગણતરીના કલાકોમાં જનરેટર મશીન અને ચોરીના ગુનામાં ઉપયોગમા લીધેલ, મોટર સાઈકલ સાથે ધંધુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધંધુકા પોલીસ સ્ટેશનનની ચોરીની ફરિયાદને લઇ ધંધુકા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.જાડેજાના સીધા માર્ગદશન હેઠળ ચોરીનો ભેદ તાત્કાલિક અસરથી ઉકેલવા અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ થતા ચોર ઈસમોને પકડવા માટે તપાસ હાથ ધરી પોલીસ સ્ટાફના અર્જુનસિંહ ચંદનસિંહને બળેલી બાતમીના આધારે ધંધુકા તાલુકાના આકરૂ ગામની સીમમા આવેલ કેનલ ઉપરથી ખેડૂતનું હોન્ડા કંપનીનું જનરેટર ચોરી કરનાર બે ચોરો રાજુભાઇ ભરતભાઇ કાનાણી અને નિર્મળભાઇ રધુભાઇ કાનાણી (બન્ને રહે. સોઢી તા.ધોલેરા જી.અમદાવાદ)ને ઝડપી પાડી જનરેટર મશીન અને ચોરીના ગુનામાં ઉપયોગમા લીધેલ, બાઇક સાથે ધંધુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.