તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતેદારો પરેશાન:બરવાળા SBIના અણઘડ વહીવટથી પરેશાની, બેંક પાસે 3 મહિનાથી પાસબુક નથી

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બેંકના વહીવટથી લોકો પરેશાન છે. - Divya Bhaskar
બેંકના વહીવટથી લોકો પરેશાન છે.
 • ખાતેદારોની સંખ્યા સામે સ્ટાફ ઓછો હોવાથી કામ ઝડપી થતું નથી
 • RTGS કરવા માટે ગ્રાહકોએ ફોર્મની ઝેરોક્ષ કરાવી પડે છે

બરવાળા એસ.બી.આઇ બેંકના અણઘણ વહીવટથી ગ્રાહકો ત્રાહીમામ પોકારી ગયા છે. ખાતાધારકોના પ્રમાણમા સ્ટાફની અછત, છેલ્લા ઘણા સમયથી બેંક પાસે પાસ બુક નથી તેથી ગ્રાહકોને ન છુટકે સ્ટેટમેન્ટ કઢાવવુ પડે છે. જેના 158 રૂપિયા ચાર્જ ચુકવવો પડે છે. આમ પાડાના વાંકે પખાલને ડામ જેવી સ્થિતિ બરવાળાના એસ.બી.આઇ ગ્રાહકોની છે. બરવાળા શહેરમા આવેલી એસ.બી.આઇ બેંકમા આર.ટી.જી.એસ કરવા માટેના ફોર્મ નથી. તેથી જે ગ્રાહકોને આર.ટી.જી.એસ. કરવુ હોય તેને ફોર્મની ઝેરોક્ષ કરાવવા જવુ પડે છે.

તેમજ આ બેંકમા છેલ્લા ત્રણ મહીનાથી નવી પાસબુક નથી તેથી ગ્રાહકોને ફરજીયાત સ્ટેટમેન્ટ કઢાવવુ પડે છે જેનો આર.બી.આઇના નીયમ મુજબ 158 ચાર્જ ચુકવવો પડે છે. તેમજ પેન્સન ખાતા ઘારકોનો હયાતીનુ ફોર્મ ભરવનુ હોય છે જે બેક પાસે ન હોવાથી બહાર કઢાવવુ પડે છે. જેનો 100 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તદ્દ ઉપરાંત આ શાખામા ખાતાધારકોના પ્રમાણમાં સ્ટાફની અછત છે તેમ છતા ડેપ્યુટેશન ઉપર સ્ટાફને મોકલવામાં આવે છે.

3 માસથી પાસબૂક નથી
આ બેંકમા નવા ખાતા ખોલાવવા અને આર.ટી.જી.એસ. માટેના ફોર્મ ન હોવાથી ગ્રાહકોએ જાતે ઝેરોક્ષ કરાવવી પડે છે. તેમજ છેલ્લા ત્રણ મહીનાથી આ શાખામાં નવી પસબુક નથી. માટે ગ્રાહકોએ ફરજીયાત સ્ટેટમેન્ટ કઢાવવુ પડે છે. જેનો ચાર્જ ગ્રાહકોના ખાતામાથી કપાય છે. આમ આ બેંકના અણઘણ વહીવટના લીધે પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાય છે. - પ્રકાશભાઇ પંડ્યા, ગ્રાહક એસ.બી.આઇ બેંક બરવાળા

બેંકનો વહીવટ ખાડે ગયો
બરવાળા એસ.બી.આઇ બેંકનો વહીવટ છેલ્લા ઘણા સમયથી ખાડે ગયો છે. ગ્રાહકોને આ બેંકમા કામગીરી માટે બહુ જ મુશ્કેલી પડે છે. બેંકે પાસે જરૂરી સ્ટેશનરી ન હોવાથી ઝેરોક્ષ કરાવી વિવિધ ફોર્મ ભરવામા આવે છે. અને સ્ટાફની પણ જરૂરીયાત મુજબ અછત છે. જેના લીધે ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે. - રમેશભાઇ ત્રીવેદી, મંત્રી વેપારી મંડળ બરવાળા

શાખામાં કોઇ ઇશ્યું નથી
અમારી શાખામાં આવો કોઇ ઇશ્યુ નથી બધુ રાબેતા મુજબ ચાલી રહ્યુ છે. પાસબુકમા વચ્ચે થોડી તકલીફ હતી પરંતુ હાલમા નવી પાસબુક આવી ગઇ છે. - વરૂણકુમાર શર્મા, બેંક મેનેજર એસ.બી.આઇ બરવાળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો