હાલાકી:બોટાદનાં બંને અન્ડરબ્રિજમાં પાણી ભરાતા શહેરીજનો ત્રસ્ત

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદનું ઝાપટું આવેને અન્ડરબ્રિજ બંધ આતે કેવો વિકાસ

બોટાદ શહેરમાં લોકોની સુખાકારી માટે અને વાહન ચાલકોની સગવડતા માટે બે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યા છે પરંતુ આ બંને અન્ડરબ્રિજમાં ચોમાસા દરમિયાન ઝાપટાઓ પડતા તુરંત આ બન્ને અન્ડરબ્રિજ પાણીથી ભરાય જતા હોવાથી વાહન ચાલકોને આ અન્ડરબ્રિજની સુવિધા મોટી દુવિધા હોય તેમ નાનાવાહનોએ આ અન્ડરબ્રીજમાં ભરાયેલ પાણી ના લીધે પરત ફરવું પડે છે. ત્યારે ત્યાંથી પસાર થતા સૌ કોઈ કહી રહ્યા છે કે આતો બોટાદ શહેરનો ગાંડો વિકાસ છે. વારંવાર પાણી ભરાવાથી બે-બે દિવસ આ અન્ડરબ્રિજ બંધ રહે છે.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વારંવાર આ બંને ઓવરબ્રિજમાં પાણી ભરાવાના લીધે બંધ રહેતા વાહનચાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. અને કહી રહ્યા છે કે સુ તંત્ર પાસે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહિ હોય કે પછી આમ લોલમ લોલ ચાલ્યા રાખશે. આ અન્ડરબ્રિજમાં પાણી ભરાવાના સમાચાર ન્યુઝ પેપરમાં પ્રસિદ્ધ થાય એટલે તંત્ર તરતજ કામે લાગી જતું હોય છે અને કલાકમાં પાણીનો નિકાલ કરી દેવામાં આવે છે તો તંત્ર શું વારંવાર ન્યુઝ પેપરમાં સમાચારની રાહ જોઇને બેસી રહે છે કે ? પછી શહેરનાં લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ ળાવે છે ? તે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...