રોષ:બોટાદના અન્ડરપાસમાં વગર વરસાદે પાણી ભરાતાં મુશ્કેલી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ડરપાસમાં પાણી ભરાતાં અનેક વાહનો પાણીમાંથી પસાર થતાં વાહનોમાં પાણી ઘૂસી જવાથી ચાલકોમાં રોષ ફેલાયો

બોટાદ શહેરના હાર્દ સમા સાળંગપુર રોડ ઉપર આવેલ અંડરબ્રીજમા વગર વરસાદે પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા. બોટાદ શેહરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકણી છે અને તે માટે વારંવાર તંત્ર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે. પરંતુ તેનો અમલ કેટલે અંશે થાય છે એતો શહેરનાં લોકો જ જાણે છે શહેરમાં ઠેકઠેકાણે આડેઘડ ખોદકામનાં લીધે ડ્રાઈવરજનનાં બોર્ડ હટતાજ નથી બોટાદના હાર્દસમા સાળંગપુર રોડ ઉપર રેલ્વે અન્ડરબ્રિજનું કામ બેથી ત્રણ વર્ષ સુધી ચાલ્યું અને થોડા સમય પહેલા ચુંટણી સમેય આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ત્યારે વાહનચાલકોમાં આનંદ જોવા મળતો હતો પરંતુ પ્રથમ ચોમાસાની શરૂઆતમાજ આ અન્ડરબ્રિજમાં પાણી ભરાતા આ બ્રિજના કામમાં થયેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હતો. હાલમાં વરસાદ ન હોવા છતાં રોજે રોજ આ બ્રિજમાં પાણી ભરાય જતા ત્યાંથી પસાર થતા ફોરવ્હીલ અને ટુ વ્હીલમાં પાણી ભરાય જતા ઘણા વાહનો બ્રિજમાં વચ્ચોવચ બંધ થઇ જાય છે.

જેના લીધે વાહન ચાલકો પાણીમાં ઉતરી ઘક્કા મારી ગાડીને પાણીમાંથી બહાર કાઢવાના બનાવ દિવસ દરમિયાન બન્યા હતા આમ વરસાદ ન હોવા છતાં અન્ડરબ્રિજમાં પાણી ભરાય જતા શહેરીજનોમા તંત્ર સામે રોષે ભરાયા છે. આમ બોટાદ શહેરનાં લોકોની ટ્રાફિકની સમસ્યા હોય કે રોડ રસ્તાની સમસ્યા હોય તેનો અંત કયારે આવશે. તેમાં સૌ કોઈ શહેરીજનો કહી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...