તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ધંધુકા -તગડી રેલવે ફાટક પર તંત્રની બેદરકારીથી ટ્રાફિક જામ

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ વચ્ચે લોખંડના ગડરો નાખતા બંને બાજુથી માંડમાંડ એક વાહન પસાર થઇ શકે છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા

રેલવે તંત્ર દ્વારા ધંધુકા અને તગડી ગામ પાસે બનાવવામા આવેલા ફાટકો પર વળાંક અને રોડની વચ્ચે ગડરો નાખતા આ ફાટકમાથી માત્ર એક વાહન પસાર થઇ શકે તેટલી જ જગ્યા ફાટકમા રાખવામા આવતા વારંવાર ટ્રાફીક જામ થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

બોટાદ સુધી બ્રોડગેજ લાઇનનુ લગભગ કામ પુર્ણ થઇ ગયુ છે પરંતુ ધંધુકા અને તગડી પાસે રેલવે ફાટક પાસેના રોડ કે અન્ય સમારકામ વગર જ મોટા મોટા ખાડાઓમાંથી વાહન ચાલકોને ચાલવુ પડતુ હતુ હવે રોડ બનાવી દેવામા આવ્યો છે ત્યારે દિલ્હીથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ ચેકીંગમાં આવવાના હોવાથી કોન્ટ્રાકટરો દ્વારા ખોખલા કામ પર રંગરોગાનો કરીને સારૂ કામ કર્યુ હોવાનો દેખાવ કરવા મથી રહ્યા છે. પરંતુ તગડી અને ધંધુકા પસે બનાવેલા ફાટકો પર ભયજનક વળાંક છે જ્યાં ગમે ત્યારે પ્રાણધાતક અકસ્માત થવાની સંભાવના છે.

આ રોડ ફોર વે હોવા છતા રેલ્વે તંત્રના ફાટક બનાવવાની બેદરકારીથી આ ફાટકમાંથી માત્ર એક જ વાહન નીકળી શકે છે જેના કારણે જ્યારે સામ સામે બે વાહનો આવી જાય છે ત્યારે આ રોડ પર ટ્રાફીક જામ થઇ જાય છે અને જોતજોતામા વાહનોની લાંબી લાઇનો લાગે છે. તગડી ગામ પસે પહેલા જુનુ ફાટક હતુ તે સીધા રોડે હતુ જેના લીધે વાહનો સહેલાઇથી નિકળી જતા હતા પરંતુ નવુ ફાટક તંત્ર દ્વારા રોડ ઉપર વળાંક આપી બનાવ્યુ છે અને રોડની વચ્ચે લોખંડની ગડરો મુકવામા આવી છે જેના લીધે ફાટકમાથી એક જ વાહન પસાર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...