તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીરના નેસમાં માલધારી સમાજને થયેલા નુકસાન માટે જીવન જરૂરિયાતની 1500 જેટલી કિટ મોકલાઇ

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોલેરાના બાવળીયારી નગાલાખાના ઠાકર મંદિરથી 100 ટ્રક ઘાસચારો ગીર મોકલાયો

ધોલેરાના બાવળિયારી ખાતે આવેલા નાનાભાઈ ભરવાડની ગુરુ ગાદી નગાલાખાના ઠાકર મંદિરથી માલધારી સમાજ દ્વારા તાઉ તે વાવાઝોડામાં ગીરના નેસમાં માલધારી સમાજના નેસને થયેલા નુકસાને લઇને પશુઓ માટે 100 જેટલી ઘાસચારાની ટ્રક મોકલવામાં આવી છે.1500 જેટલી જીવન જરૂરિયાતની કીટ પોહોચાડવામાં આવી હતી તેમજ 100 થી વધુ ટ્રકો ને ઘાસ ચારા સાથે બાવલિયાળીથી રવાના કરવામાં આવી હતી.

ધોલેરાનાં બાવળીયાળી ખાતે આવેલ માલધારી સમાજના નાના ભાઈ ભરવાડ ની ગુરુ ગાદી નગાલાખાના ઠાકર મંદિરના સંત રામબાપુ તેમજ સંતો મહંતોની પ્રેરણા થી માલધારી સમાજ અને સામાજિક અગ્રણી માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સહાયરૂપે, અનાજકીટ, પશુધન માટે ઘાસચારો તથા સોલાર ફાનસ મોકલવામાં આવી છે

જેમાં અમરેલી, જાફરાબાદ, ગીર ગઢડા આજુબાજુના પંથકમાં જે માલધારી સમાજના લોકોના નેસ હોય અને પશુઓ માટે અને જે માલધારી સમાજના લોકો જે પશુપાલન સાથે રહી રહ્યા છે અને આ તોઉ તે વાવાઝોડામાં માલધારી સમાજના નેસમાં જે માલ ઢોર રાખી રહ્યા છે અને લોકોના ઘરોમાં ઘર વખરીનો સામાન પણ રહ્યો નથી તેવા લોકોના વાહરે માલાભાઈ ભડીયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મદદ પહોંચાડવામાં આવી હતી..

ગીરમાં માલધારી સમાજના 54 નેસ છે
ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ભડીયાદરા દ્વારા જણાવ્યું હતું કે આ સખાવત ગીરમાં વસતા માલધારી સુધી આ પોહચશે, લગભગ 54 નેશ છે, તોઉ-તે વાવઝોડા ને લીધે અસંખ્ય જે લોકો ને રહેવા માટે છાપરા પણ રહ્યા નથી, ઢોર માટે ઘાસચારો નથી, ખાવા માટે અનાજ નથી, એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે. - વિજયભાઈ ભડીયાદરા, ટ્રસ્ટના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...