સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનો કાર્યક્રમ ઉજવાશે. 25 હજાર કિલો કલર સાથે આ ઉત્સવ ઉજવાશે. તો કલરના 250 બ્લાસ્ટ હવામાં કરવામાં આવશે, નાસિક ઢોલના તાલે રંગોત્સવની ભવ્ય તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
બોટાદ જિલ્લાનું બરવાળા તાલુકામાં આવેલું વિશ્વપ્રસિદ્ધ અને સુવિચાર એવું સાળંગપુર હનુમાનજી દાદાનું આધાર કે જ્યાં ખૂબ મોટી સંખ્યાની અંદર હરિભક્તો અહીં દાદાના દર્શન કરવા આવતા હોય છે અને મંદિર પ્રશાસન દ્વારા પણ અલગ અલગ તહેવારો સાથે અલગ અલગ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. જેને લઇ બીજા વર્ષે પણ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 7 માર્ચના રોજ સવારે 8 કલાકે યોજાનાર ભવ્ય રંગોત્સવના કાર્યક્રમમાં 25,000 કિલો ઓર્ગેનિક કલર સાથે 250 કલરના હવામાં બ્લાસ્ટ કરવામાં આવશે. તેમજ નાસિક ઢોલના તાલે સમગ્ર રંગોત્સવનું આયોજન સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવશે. જેને લઇ મંદિર પ્રશાસન દ્વારા રંગોત્સવ કાર્યક્રમની તૈયારીને અપાઈ રહ્યો છે. આખરી ઓપ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ગત વર્ષે પહેલી વખત રંગોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્ષે પણ દિવ્ય રંગોત્સવના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યાની અંદર હરિભક્તો હાજર રહેશે અને સંતો મહંતોની હાજરી વચ્ચે રંગોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરશે. જેને લઇ હનુમાનજી મંદિર વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.