આપણા જીવનમાં રસીકરણનું કેટલું મહત્વ છે તે આજે પ્રત્યેક ભારતીયને કોરોના મહામારીએ સમજાવી દીધું છે. રસીનું મહત્વ અને તેની જરૂરિયાત દર્શાવવા માટે 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ મનાવાય છે. રસીકરણ સંક્રામક રોગથી બચવા માટે ઈમ્યૂન સિસ્ટમને આર્ટિફિશિયલ રીતે એક્ટિવ કરવાની એક રીત છે.
રસી માનવ શરીર માટે જરૂરી તત્વ છે અને તે કેટલાંય રોગોથી બચવામાં મદદરૂપ છે. આ જ કારણ છે કે, બાળકના જન્મના તુરંત બાદથી જ તેને રસી આપવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન રોગપ્રતિકારકશક્તિને વધુ સારી બનાવવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
દેશમાં રાષ્ટ્રીય રસીકરણની શરૂઆત વિશ્વમાં પોલિયોને રોકવા માટે કરાઈ હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 16 માર્ચ 1995નાં રોજ પહેલી વાર દેશમાં જીવનરક્ષક પોલિયોની રસી આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય રસીકરણ દિવસ ભારત સરકારની પોલિયો ઉન્મૂલન કાર્યક્રમ પલ્સ પોલિયો અન્વયે મનાવાય છે, જે ભારતમાંથી પોલિયો ઉન્મૂલન માટે પહેલ હતી. જેમાં 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં અપાયા હતા. 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.