સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું ગેરકાયદેસર વેચાણ અને આનુસંગિક નિયમન માટે એક ટાસ્ક ફોર્સ સેલ કામગીરી રહી છે. આ ટાસ્ક ફોર્સની અધ્યક્ષતા બોટાદ જિલ્લા લેક્ટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી. ડી.પલસાણા અને આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરિયા કરી રહ્યાં છે. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-2003)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા આજરોજ સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી બોટાદ ટાવર રોડ ઉપર શાળા પાસે હાથ ધરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે 20 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 14 જેટલા દુકાનધારકો પાસેથી 22 હજાર 800 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે”, “18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છૂટક વેચાણ પ્રતિબંધિત છે” એવું લખાણ સાથે આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ થઈ રહ્યું હતું. બીડી, સિગારેટના પેકેટ ઉપર 85% ભાગમાં“તમાકુ જીવલેણ છે, તમાકુના સેવનથી કેન્સર થાય છે” તેવું સચિત્ર ચેતવણી, શાળાની આજુ બાજુમાં તમાકુ વેચાણ પ્રતિબંધિત જેવી બાબતો અને પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતે તપાસ કરવામાં આવી હતી.
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એસ.પ્રસાદ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી શૈલેષ પાટીવાળા, પોલીસ વિભાગના અધિકારી બી.આર.ચૌહાણ, આર.આર.બારૈયા અને તાલુકા સુપરવાઈઝર મનીષ બાવળિયા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.