તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ચોમાસામાં પાણી ન ભરાય તે માટે મા.મ. વિભાગને રજૂઆત

બોટાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની સુંદરિયાણાની મુલાકાત
  • નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતું હોવાથી નાગરિકોને મુશ્કેલી ઊભી થાય છે

ધંધુકા ધારાસભ્ય રાજેભાઇ ગોહિલે રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામની મુલાકાત લઇ નિચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ન ભરાય તે માટે માર્ગ મકાન વિભાગમા રજુઆત કરી તાત્કાલિક કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવી હતી.

​​​​​​​રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે નીચાણ વિસ્તારોમા રહેતા લોકોના ઘરમા ચોમાસા દરમિયાન વરસાદના પાણી ભરાઇ જતા હોવાથી ધંધુકા ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલે આ ગામની મુલાકાત લઇ નીચાણવાળા વિસ્તારોનુ જાત નિરીક્ષણ કરી આ વિસ્તારમા ચોમાસાના પાણી ન ભરાય તે માટે માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે સુચના આપવામા આવી હતી. ચંદરવા ગામના કોંગ્રેસ કાર્યકર્તા બાપાલાલભાઈ, સહદેવસિંહ અને ચંદુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...