તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદના ઝીઝાવદર ગામનો બનાવ:પ્રેમસંંબંધની જાણ થતાં યુવકના પરિજનોને ધમકી

બોટાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોટાદ તાલુકાના ઝીઝાવદર ગામે રહેતા લાભુભાઈ કવાભાઈ જાદવની દીકરી સાથે આજ ગામના મહેશભાઈ નરસિંહભાઈ બામરોલિયા સાથે પાંચ વર્ષ પહેલા પ્રેમસંબધ હોવાની જાણ લાભુભાઈને થઇ જતા ચાર લોકોએ મળી મહેશભાઈ બામરોલીયાનાં પરિવારજનોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે ચારેય આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના ઝીઝાવદર ગામે રહેતા મહેશભાઈ નરસિંહભાઈ બામરોલીયા (ઉ.વ. 26)ને તેમની બાજુમાં રહેતા લાભુભાઈ કવાભાઇ જાદવની દીકરી સાથે પાંચ વર્ષ પહેલા પ્રેમસંબધ હતો. જેની જાણ છોકરીના પિતાને થઇ હતી. જે બનાવને લઇ તા.16નાં રોજ રાત્રે 8-30 કલાકે મહેશભાઈ નરસિંહભાઈ બામરોલિયા, તેમનો ભાઈ સંજયભાઈ, નીલેશભાઈ, બહેન રાધનાબેન, નરસિંહભાઈ, મમ્મી ચંદ્રીકાબેન અને મેહેશાભાઈની પત્ની કૈલાશબેન અને તેમના ભાઈના પત્ની રેખાબેન ફળીયામાં બેઠા હતા તે દરમિયાન લાભુભાઈ કવાભાઇ જાદવ, સુનીલભાઈ લાભુભાઈ જાદવ, કુલદીપ લાભુભાઈ જાદવ અને જેતુભાઈ રાઘવભાઈ જાદવ લાકડીઓ લઇને ઘરે આવી અપશબ્દો બોલી લાકડીઓ વડે માર મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો