ફરિયાદ:પ્રેમલગ્ન કરવાની દાઝમાં બોટાદના યુવકને ધમકી

બોટાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, 4 લોકોએ ધમકી આપતાં ફરિયાદ

બોટાદમાં માતાવાડીમાં રહેતા બળદેવભાઇ મનુભાઈ સોલંકીએ ચાર મહિના પહેલા ભૂપતભાઈ વેલજીભાઈ સોલંકીની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતનું મનદુઃખ રાખી તા. 2/10/21નાં રોજ સાંજે 8.00 કલાકે બળદેવભાઇભાઈ વારેયાના ચોકમાં બેઠા હતા તે દરમિયાન હરેશ દુદાભાઈ સોલંકી, વિનોદ હરેશ સોલંકી, મનોજ હરેશ સોલંકી અને દિપક હરેશ સોલંકી ચારેય લોકો ત્યાં આવીને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને બળદેવભાઇને ફરસી વડે માર મારી ગંભીર ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાશી છૂટ્યા હતા.

આ બનાવ અંગે બળદેવભાઇ સોલંકીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં હરેશ દુદા સોલંકી, વિનોદ હરેશ સોલંકી, મનોજ હરેશ સોલંકી અને દીપક હરેશ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...