તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કાર દૂર રાખવા બાબતે રંગપર ગામના યુવકને માર મારી ધમકી

બોટાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર રોડ પર પડી હોવાથી તેને દૂર કરવા હોર્ન માર્યો : તો 12 જણાએ ભેગા મળી યુવકના ઘરે જઇ તેના ભાઇને માર માર્યો

બોટાદ તાલુકાના રંગપર ગામે રહેતા અનીલભાઇ મગનભાઇ કુકડીયાને આજ ગામના 12 લોકોએ ઇક્કો ગાડી રોડ ઉપરથે દુર રાખવા બાબતે માર મારી જાનથી મારી નાખવની ધમકી આપતા બોટાદ પોલીસે તમામ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના રંગપર ગામના બીન્ટુબેન અનીલભાઇ મગનભાઇ કુકડીયાએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તા.4/5/21ના રોજ તેમના દિયર નિલેશ ભીખાભાઇ અને જયસુખભાઇ વાડીએથી ઘરે આવતા હતા તે દરમિયાન આજ ગામના ગોપાલ જોગરાણાની ઇક્કો ગાડી રોડ પર હોવાથી તેને ગાડી દુર કરવા માટે હોર્ન મારતા ગાડી સાઇડમાં લીધી હતી

જે બાબતે સવજી વીભાભાઇ જોગરાણા, દિનેશ સવાભાઇ જોગરાણા, ગોપાલ સવાભાઇ જોગરાણા, કૌશિક છગનભાઇ જોગરાણા, દિનેશ ગગજીભાઇ જોગરાણા, કીશન ખોડાભાઇ જોગરાણા, ભરત લખાભાઇ જોગરાણા, ગોપાલ વાલાભાઇ જોગરાણી, અલા જાગાભાઇ મેવાડા, હીરા વેલાભાઇ જોગરાણા અને બાબુ રણછોડભાઇ મેવાડા તમામ રહે. રંગપર તા. બોટાદ અનીલભાઇના ઘરે આવીને તેઓને બહાર બોલાવી અપશબ્દો બોલી તારાભાઇને બહાર બોલાવ તેમ કહીં માર માર મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અનીલભાઇને ઇજાઓ પહોચતા પાળીયાદ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે અનીલભાઇના પત્ની બીન્ટુબેને પાળીયાદ પોલીસ સ્ટેશનમા ઉપરોક્ત તમામ આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. શૈલેન્દ્રસિંહ રાણા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...