તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પૈસાની લેતીદેતી બાબતે બોટાદના વકીલને ધમકી

બોટાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કન્સ્ટ્રક્શન સાઇટમાં લીગલ એડવાઇઝર પાસે ભાગ માગવામાં આવ્યો હતો

બોટાદમાં કંટ્રક્શનની સાઇટમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા ગણેશભાઇ તુલશીભાઇ ઇટાલીયાને પૈસાની લેતી દેતી બાબતે કટ્રક્શનના ભાગીદારે ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બોટાદમાં વકિલાત કરતા ગણેશભાઇ તુલશીભાઇ ઇટાલીયા તા. 1/4/21ના રોજ સવારે 10 કલાકે તેમની ઓફિસે હતા તે દરમિયાન બોટાદના રહેતા જીગ્નેશભાઇ કનૈયાલાલ સોની આવીને જસદણ ખાતે ગણેશભાઇના ભત્રીજા કશ્યપભાઇ હામાભાઇ ઇટાલીયા, પાર્થ કરમશીભાઇ પટેલ અને સોહિલભાઇ સમસુદિનભાઇ હિમાણીની કંટ્રક્શનની સાઇટમાં લીગલ એડવાઇઝરનુ કામ કરતા વકીલ ગણેશભાઇ ઇટાલીયા પાસે જીજ્ઞેશભાઇએ તેમના ભાગ માંગતા ગણેશભાઇએ તેમનો ભાગ તેમના ભાગીદાર પાસે લેવાનુ કહેતા જીજ્ઞેશભાઇએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગણેશભાઇએ બોટાદ પોલીસ સ્ટેશનમા જીજ્ઞેશભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસ.આઇ.નયનાબેન ગામેતી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો