તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી:ચૂંટણીમાં આ વખતે બોટાદમાં ભાજપના ધુરંધરોનાં પત્તાં કપાશે

બોટાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના 3 નિયમોને કારણે ન.પા. કોર્પોરેટરના પત્તા કપાશે

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ગણતરીના દિવસો બાકિ રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમા ઉમેદવારોની સેન્સ પ્રર્કિયા પૂર્ણ થઇ ગઇ છે આ પ્રક્રિયામા પક્ષના ધુરંધરો અને યુવાનોએ પોતાની દાવેદારી કરી છે ત્યારે માત્ર ફોર્મ ભરવાના ગણતરીના દિવસો બાકિ રહ્યા છે ત્યારે આંતરીક વિખવાદોને કારણે હજી સુધી ન.પા વોર્ડના એકપણ ઉમેદવારો કોઇપણ પક્ષના જાહેર થયા નથી. ત્યારે આ ઉમેદવારોની જાતીને લઇ શહેરમાં તરહ તરહની વાતો થઇ રહી છે.

હાલમા બોટાદ જિલ્લા અને શહેરમા ન.પા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી યોજાવાની છે ત્યારે હવે માત્ર ઉમેદવારી પત્રો ભરવાના ગણતરીના દિવસો બાકિ રહ્યા છે. તેમ છતા આજ દિન સુધી ભાજપ કે કોંગ્રેસ એક પણ પક્ષના ઉમેદવારોની યાદી હજી સુધી બહાર પાડવામાં આવી નથી જ્યારે સી.આર.પાટીલ દ્વારા આ ચુંટણીને લઇ ત્રણ નિયમો ભાજપ પક્ષના ઉમેદવારો સામે મુક્યા છે જેમાં ઉમેદવારી પત્ર ભરનાર ઉમેદવારની ઉ.વર્ષ. 60થી વધુ ન હોવી જોઇએ તેમજ ઉમેદવાર ત્રણ ટર્મ ચુંટણી લડી હોય તેવા ઉમેદવાર અને સંગઠન કે સત્તાધારી કે સભ્યના સગાસબંધી (સગાવાદ)ને ઉમેદવારી ન કરવાની સુચના મળતા હાલમાં બોટાદ શહેર ન.પા.ના મોટાભાગના વર્તમાન સભ્યોના પત્તા કપાઇ જવાના હોવાથી શહેરમાં આ સ્થાનિક ચુંટણીને લઇ તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યુ છે ત્યારે આ વખતે બોટાદમાં આમ આદમી પાર્ટી સક્રિય બનતા તેમના ઉમેદવારો ન.પા. ચુંટણીમાં ઉમેદવારી નોંધાવાના હોવાથી આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ત્રીપાંખીઓ જંગ જામશે. આંતરિક કલહ ન જોવા મળે તે માટે મુખ્ય પક્ષો પોતાના ઉમેદવારને સીધા મેન્ડેટ આપે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. આજે યાદી જાહેર થાય તેવી શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો