• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • There Was Utter Silence In The Street; A Mother Is Waiting With Wet Eyes For Her Son, While A Brother Is Completely Burdened With Household Responsibilities.

મોતના માતમ પછીની એ પહેલી રાત:શેરીઓમાં સન્નાટો છવાયો; એક મા ભીની આંખે જોઈ રહી છે પોતાના દિકરાની રાહ તો એક ભાઈના માથે એકદમથી જ ઘરની જવાબદારીઓ આવી

17 દિવસ પહેલાલેખક: સારથી એમ. સાગર, કિશન પ્રજાપતિ
  • મૃત્યુ પામનાર મોટા ભાગના વ્યક્તિને સૌથી પહેલા આંખે દેખાવાનું બંધ થયુ હતું

બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 57 લોકોના મોત થયા છે. જેમાં રોજીદ ગામમાં સૌથી વધુ 12 લોકોના મોત થયા છે. અહીં મોતનો આંકડો હજુ વધે તો નવાઈ નથી. કારણ કે રોજીદ ગામના કેટલાય લોકો હજૂ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ અત્યંત નાજૂક છે.

સમગ્ર ગામ શોકમગ્ન બન્યું છે
સમગ્ર ગામ શોકમગ્ન બન્યું છે

મૃત્યુ પામેલા લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા
રોજીદ ગામમાં દિવ્ય ભાસ્કરની ટીમે મંગળવાર રાત્રે જે લોકોના ઘરે મોત થયા છે એ ઘરે જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. ગામની તમામ શેરીઓમાં સન્નાટો છવાયેલો હતો. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એમના પરિજનોને વિદાય આપ્યા બાદ પહેલી રાત મોટા આઘાતમાં પસાર કરી હતી.

મૃત્યુ પામેલ લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા
મૃત્યુ પામેલ લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા

સ્વજનોની અચાનક વિદાયથી આખુ ગામ સ્તબ્ધ
રોજીદ ગામમાં કોઈ બાપે પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો છે. તો કેટલાક લોકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. તો કેટલીક મહિલાઓએ તેમના પતિને ગુમાવ્યા છે અને એમના બાળકો આજે નોંધારા થયા છે.

ગામની શેરીઓમાં સન્નાટો છવાયો હતો
ગામની શેરીઓમાં સન્નાટો છવાયો હતો
સ્થાનિકે જણાવી રોજિદ ગામની સમગ્ર ઘટના
સ્થાનિકે જણાવી રોજિદ ગામની સમગ્ર ઘટના

ચારેબાજૂ બસ રોકકળનો જ અવાજ
ગામની તમામ શેરીઓમાં માતમની પહેલી રાતે સન્નાટો છવાયો હતો. સમી સાંજથી કોઈ ફરકી પણ રહ્યું નહોતું. આખા ગામમાં લોકો લઠ્ઠાકાંડમાં મોત થયેલા લોકો અંગે જ વાત કરી રહ્યા હતા અને એ પરિવારને સાંત્વના આપી રહ્યા હતા.

બોટાદના આકરુ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાપે દારુના કારણે 12 કલાકમાં જ પોતાના 2 કમાઉ દીકરા ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ 25 વર્ષીય ભાવેશભાઈ દારુ પીધા બાદ ઘરે આવીને ઉંઘી ગયા હતા. અચાનકથી જ તેમના મોઢામાંથી ફિણ નીકળવાનું શરુ થઈ ગયું. સ્થિતિ વધુ ખરાબ લાગતા 108 બોલાવવામાં આવી. હોસ્પિટલ લઈ જતા ભાવેશભાઈનું મોત નિપજ્યું. પરિવાર ગંભીર શોકમાં હતો. સવારે તેમના અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યાં.

પરિવાર અંતિમ સંસ્કાર પતાવીને ઘરે આવ્યા તો જોયું કે નાના ભાઈની માફક જ મોટા ભાઈ કીશનભાઈ ચાવડા પણ ઉલટીઓ કરી બેભાન અવસ્થામાં પડ્યા છે. આ જોતા જ પરિવારના લોકોના હોંશ ઉડી ગયા. તાત્કાલીક ફરી 108 બોલાવવામાં આવી અને તેમને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા પણ કીશનનું પણ નાનાભાઈની માફક ઝેરી દારુ પીવાના કારણે મોત નીપજ્યું. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે.

પરિવાર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નથી
પરિવાર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નથી

મારા 4 દીકરા પણ કમાઉ દીકરા તે બંને જ હતા
ઘરમાં 2 દીકરાનું એકાએક મોત થતા પિતાના માથે આફતોનો પહાડ તૂટી પડ્યો છે. તેઓ વિચારી નથી શકતા કે આગળ શું કરવું? પિતાએ જણાવ્યું કે મારા ઘરમાં 10 વ્યક્તિ છે, મારા 4 દીકરા છે પરંતુ સારુ કમાવનાર આ બંને દીકરા જ હતા. હવે અમારે શું કરવું તે મને સમજાતુ નથી.

અન્ય સમાચારો પણ છે...