• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • There Are Potholes All Over The Road In Botad City, Now The Roads Will Get Relief From The Difficulties Faced By The Drivers.

તંત્રને આખરે દેખાયા ખાડા!:બોટાદ શહેરમાં રોડ પર ચારેકોર ખાડાઓ જ ખાડા, વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાંથી રોડ બનતા હવે મળશે રાહત

બોટાદ6 દિવસ પહેલા
  • રોડ પર ખાડા પુરી અને ડામર પાથરવાની કામગીરી હાથ ધરાઈ

બોટાદ શહેર ને જોડતા મુખ્યમાર્ગોનું સામાન્ય વરસાદમાં ધોવાણ થતા શહેરમાંથી પસાર થતા રોડ પર મસમોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા નજરે પડતા હતા. ત્યારે તંત્રને ખાડા દેખાતા આજે ખાડા પર ડામર પાથરવાનું કામ શરૂ કરી દેતા વાહન ચાલકોને મળશે રાહત.

લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો
બોટાદ શહેર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. શહેરમાં સફાઈની સમસ્યા હોય કે રોડ-રસ્તાઓ માટે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હાલ ચોમાસાની સિઝનમાં બોટાદ તાલુકામાં સરેરાશ માત્ર 8.5 ઈચ વરસાદ પડતા રોડમાં થયેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શહેરના ભાવનગર રોડ, ગઢડારોડ તેમજ ભાભણ રોડ પર હાલ સૌથી વધુ મુશ્કેલી વાહન ચાલકોને રોડ પરથી પસાર થવા પડી રહી છે કારણ કે રોડ પરના ખાડાઓના કારણે વાહન ચાલકોને જોખમ સાથે વાહન ચલાવવું પડે છે. જે તેની મજબૂરી છે ત્યારે તંત્ર દ્વારા આજે રોડ પર ખાડા પુરી અને ડામર પાથરવાની કામગીરી હાથ ધરતા વાહન ચાલકોને મળશે રાહત.

પ્રાંત અધિકારીએ કામગીરી હાથ ધરી
બોટાદ નગરપાલિકાની જવાબદારી હાલ પ્રાંત અધિકારી પાસે હોઈ દરેક સમસ્યાઓનો હલ તેવો કામ કરતા નજરે પડે છે. તાજેતરમાં બોટાદ શહેરમાં અત્યાર સુધી રોડ પર દુકાનદારો દ્વારા કરવામાં આવેલ દબાણ હોય કે ટ્રાફિકને અડચણ લારી ગલા હોય તે તમામ દૂર કરી સરાહનીય કામગીરી હાથ ધરેલ. ત્યારે હાલમાં ગઢડા રોડ પર રોડ બનાવવાની કામગીરી હાથ ધરતા રોડ પરથી પસાર થતા તમામ વાહન ચાલકો માટે રાહતની કામગીરી હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેવું કહી શકાય. બોટાદ શહેરના જે પણ બિસ્માર માર્ગ છે અને માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ત્યાં તંત્ર દ્વારા ડામર પાથરી સારો રોડ બનાવી આપે તેવી બોટાદ શહેરના તેમજ ત્યાંથી પસાર થતા તમામ વાહન ચાલકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...