• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Theft Of Gold, Silver And Cash In Tadhani Wadi Area Of Botad, As The Family Was Out For A Wedding, The Thieves Took Advantage Of The Opportunity.

બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં:બોટાદના ટાઢાની વાડી વિસ્તારમાં સોના-ચાંદી અને રોકડ રકમની ચોરી, પરિવાર લગ્ન પ્રસંગે બહારગામ ગયો હોવાથી ચોરોએ મોકાના લાભ લીધો

બોટાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવે ટાઢાના વાડીના વિસ્તારમાં રહેતા હિતેષ વાજા પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગે જામનગર ગયો હતો. ત્યારે તેમનું મકાન બંધ હોઈ જેનો લાભ લઇ મોડી રાત્રીના તસ્કરો દ્વારા બંધ મકાનના તાળા તોડી મકાનની અંદર રહેલ તિજોરીમાંથી સોના - ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

આ બનાવ અંગેની પરિવારને જાણ થતા પરિવાર દ્વારા બોટાદ પોલીસને જાણ કરવામાં આવી છે. જેને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હજી તો શિયાળાની શરૂઆત થઈ ત્યારે જ તસ્કરોએ ઠંડીનો લાભ લઈ અને ચોરીઓ શરૂ કરી છે. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલીગ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...