નિયમનો ભંગ:ટ્રાફિક PSIએ રોંગ સાઈડમાં ગાડી મૂકતાં યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો

બોટાદ ટ્રાફિક પોલીસ પી.એસ.આઇએ પોતાની ગાડી રોંગ સાઈડમાં પાર્ક કરી ટ્રાફિક નિયમનો ભંગ કર્યા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ મુકનાર ઇસમ વિરૂદ્ધ બોટાદ પોલીસે ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે રોહીશાળા આઉટ પોસ્ટમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અને બોટાદ જીલ્લા ટ્રાફિક શાખાનો વધારાનો ચાર્જ સંભાળતા એ.જે. પંડ્યાએ પોતાની ફોરવ્હીલ ગાડી નો પાર્કિંગમાં રોડ ઉપર મૂકી નિયમનો ભંગ કર્યો હોવાની પોસ્ટ બોટાદમાં રહેતા અમકુભાઈ પટેલે મોબાઈલની ફેસબુક સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં પોતાની આઈ.ડી. દ્વારા હું બોટાદ નામના ગ્રુપમાં અને અન્ય ગ્રુપમાં વાયરલ કરી હતી.

આ વીડિયોની જાણ થતાં બોટાદ પોલસે યુવક સામે કાર્વાહી કરી હતી. જે કાર્ય રાજ્યસેવકની બદનક્ષી થશે તેમ જાણવા છતાં પોસ્ટ વાયરલ કરી રાજયસેવકની પ્રતિષ્ઠાને હાની પહોચાડવાના ઈરાદે ગુનાહિત કૃત્ય કરતા બોટાદ પોલીસે અમકુ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ પી.આઈ. એ.બી. દેવધા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...