બોટાદમાં ખારા વિસ્તારમાં રહેતા વિશાલ પરશોતમ બોળિયા નામના યુવકે લાઇસન્સ ન હોવા છતાં હથિયાર ધારણ કરી ફોટા પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા બોટાદ પોલીસે હાથિયાર ધારણ કરનાર ઇસમ અને જેના નામનું હથિયાર છે તે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હથિયાર લાઇસન્સ ધરાવતા ન હોય તેમ છતા લાઇસન્સવાળા હથિયારો ધારણ કરી ફોટા પાડી કે પડાવી પોતાના શોખ ખાતર સોશીયલ મીડિયામાં અપલોડ કરતા હોય તેવા ઇસમો તથા પરવાનેદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા
આપેલી સુચના મુજબ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા દ્વારા જીલ્લાના તમામ અધિકારીઓને અમલવારી કરવા સારૂ સુચના આવી હતી જેને લઇ વિભાગીય પોલીસ અધિકારી એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ સોશીયલ મીડિયામાં વોચ રાખવા અને પાસ પરમીટ વગરના ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમોને શોધી કાઢવા સોશીયલ મિડીયામાં વોચ તપાસમાં હતા વોટસએપમાં એક ઇસમે હથિયાર ધારણ કરેલા ફોટાઓ અપલોડ કર્યા હતા.
જેની તપાસ કરતા ફોટા બોટાદમાં ખારા વિસ્તારમાં રહેતા વિશાલ પરશોતમ બોળીયાએ પોતે હથીયાર લાઇસન્સ ધરાવતા ન હોવા છતાં હથિયાર ધારણ કરી ફોટાઓ પાડી પોતાના વોટસએપમાં અપલોડ કર્યો હતો. તેમજ ફોટામાં રહેલું પરવાનાવાળુ હથિયાર એના મિત્ર હરેશ ગોરધન જમોડ (રહે, હડદડ તા. બોટાદ)નુ હતું જેથી બન્ને ઇસમોને એસ.ઓ.જી.દ્વારા એસ.ઓ.જી.શાખા બોટાદ ખાતે લાવી અપલોડ થયેલ ફોટાની ખરાઇ કરી બંન્ને ઇસમોએ હથિયાર પરવાનાની શરતોનો ભંગ કર્યો હોવાથી પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.