બોટાદ પોલીસની કામગીરી:બોટાદથી ખોવાયેલો યુવાન સાયલાથી મળી આવ્યો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટના યુવાનને શોધી કાઢ્યો

બોટાદ બસ સ્ટેશનથી ગુમ થયેલા યુવકને ગણતરીની કલાકોમાં સાયલાથી શોધીને બોટાદ પોલીસ અને એલસીબી ટીમે તેના પિતાને સોંપ્યો હતો. રાજકોટના વીંછિયા તાલુકાના થોરીયાળી ગામનો 24 વર્ષીય કેયૂર રણછોડભાઈ કોરડિયા 10 એપ્રિલે બોટાદ બસ સ્ટેશનથી ગુમ થયો હતો.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુનાની તપાસ બોટાદ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબીએ સાથે મળી ટૅક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને બોટાદ પીઆઇ જે. વી. ચૌધરી, પીઆઇ એ. બી. દેવધા, એલસીબીના સી. એન. રાઠોડ, એએસઆઇ જયેશ મંડીર, પ્રદિપ ખવડે તપાસ કરતાં કેયૂર સાયલા ખાતે હોવાની હકીકત મળી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કેયૂરને શોધી કાઢી બોટાદ પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને તેના પિતા રણછોડભાઈ વાલજીભાઈ કોરડિયાને સોંપ્યો હતો.

મહત્ત્વનું છે કે રાજ્યની પોલીસ હવે હાઈટૅક્ થઈ હોવાથી ગુના ઉકેલવામાં ઘણી સરળતા રહે છે. બોટાદથી ગુમ થયેલા યુવાનને ગણતરીના કલાકોમાં શોધી કાઢવા પાછળ પણ ટૅક્નોલોજીનો ઉપયોગ કરવા સાથે ત્વરિત પગલાં લેવાયાં હતાં. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુમ થયેલા યુવાનને શોધી કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...