• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • The Yatra Entered From Nagnesh Village In Botad District; Two Days Will Travel Around The District; A Grand Welcome Was Given At Different Places

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા:બોટાદ જિલ્લાના નાગનેશ ગામથી યાત્રાનો પ્રવેશ થયો; જિલ્લામાં બે દિવસ ફરશે; અલગ અલગ જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું

બોટાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ પ્રકારના આયોજન સાથે મતદારો સુધી પહોંચવાના પ્રયત્નો થતા હોય છે. ત્યારે હાલ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરોસાની ભાજપ સરકારના સૂત્રો સાથે રાજ્યના અલગ અલગ સ્થળ પરથી કુલ પાંચ જગ્યાઓ પરથી ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવેલુ. જેમાં ઝાંઝરકા ખાતેથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા લીલી ઝંડી આપી ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું.

ઝાંઝરકા ખાતેથી અમિત શાહના હસ્તે પ્રસ્થાન કરાવાયેલી ગૌરવ યાત્રાએ બોટાદના નાગનેશ ગામ ખાતેથી પ્રવેશ કરેલો. ત્યારે બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનો જોડાયા હતા. નાગનેશ ખાતેથી બોટાદ જિલ્લામાં પ્રવેશ કરેલ યાત્રાનું રાણપુર ,ઉમરાળા ,બોડી ,પાળીયાદ ,તરઘરા તેમજ બોટાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવેલ ગૌરવ યાત્રા બોટાદ જિલ્લામાં બે દિવસ ફરશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માડવીયા, કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહ મેઘવાલજી, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, પ્રદેશ આગેવાન ગોરધન ઝડફિયા સહિતના આગેવાનો યાત્રામાં હાજર રહ્યા હતા. યાત્રાનું અલગ અલગ જગ્યા પર ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યાત્રાના સ્વાગત પોઈન્ટ પર લોકો એકત્રિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...